________________
રત્નત્રય
૧૯૫
શ્રુતિ-શ્રવણની દુર્લભતાનું છે કારણ કે શ્રુતિશ્રવણ અને શ્રદ્ધા પછી જ જ્ઞાનની પૂર્ણતા સંભવે છે. શ્રદ્ધા વગર જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન જ ન સંભવે. આ ઉપરાંત એ પણ સાચું છે કે જેમ જેમ જ્ઞાન વૃદ્ધિ પામે છે તેમ તેમ શ્રદ્ધામાં પણ દઢતા આવે છે તથા સદાચાર માટેની પ્રવૃત્તિ પણ વધે છે. જો કે જ્ઞાનની પ્રાપ્તિમાં સદાચાર પણ જરૂરી છે પરંતુ ચારિત્રની પૂર્ણતા જ્ઞાનની પૂર્ણતા પ્રાપ્ત થતાં જ સંભવતી હોવાથી તેને જ્ઞાન કરતાં અધિક દુર્લભ અને શ્રેષ્ઠ ગણવામાં આવેલ છે. ધર્મના સાધનભૂત આ ચારેય દુર્લભ અંગોની પ્રાપ્તિનું ફળ, મુક્તિ અથવા ઋદ્ધિસંપન્ન દેવ-પદની પ્રાપ્તિ દર્શાવવામાં આવેલ છે.
અન્યત્ર પણ મોક્ષનાં સાધનભૂત સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યકુચારિત્રને “ધર્મ શબ્દ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે. આ “ધર્મ” શબ્દ પ્રથમ પ્રકરણમાં પ્રયુક્ત ગતિસહાયક “ધર્મદ્રવ્ય” કરતાં જુદો છે. આ રત્નત્રયરૂપ “ધર્મને સંસારરૂપી સમુદ્રમાં શરણભૂત-દ્વીપ, પરલોક યાત્રામાં સહાયક પાથેય અને મૃત્યુ સમયનો રક્ષક १ माणुसत्तम्मि आयाओ जो घम्मं सोच्च सद्दहे । तवस्सी वीरियं लद्धं संवुडे निद्भुणेर यं ।। सोही उज्जुयभूयस्स धम्मो सुद्धस्स चिट्ठई । निव्वाणं परमं जाइ घयसित्तिव्य पावए ।।
–૩. ૩. ૧૧-૧ર. ૨ સમીવન ઘર્મશાસ્ત્ર ૧. ર-૩. મનુસ્મૃતિ ૨. ૧; વસ્તિવમૂ ૬. ર૬૮. 3 जरामरणवेगेणं वुज्झमाणाण पाणिणं । घम्मो दीवो पइट्ठा गइ सरणमुत्तमं ।।
–૩. ૨૩. ૬૮. ४ अद्धाणं जो महंतं तु सपाहेओ पवज्जई ।
गच्छंतो सो सुही होइ छुहातण्हाविवज्जिओ ॥ एवं धम्मं पि काऊणं जो गच्छइ परं भवं । गच्चंतो सो सुही होइ अप्पकम्मे अवेयणे ।।
–૩. ૧૯. ર૧-રર. ५ एक्को हु घम्मो नरदेव ! ताणं न विज्जई अनमिहेह किंचि ।
–૩. ૧૪. ૪૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org