________________
ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન ગણાવવામાં આવ્યા છે ત્યાં એવો કોઈ ઉલ્લેખ નથી. આ ઉપરાંત કલ્પસૂત્ર'માં ઉલ્લેખિત પાઠથી પ્રતીત થાય છે કે ભગવાને પોતાના પરિનિર્વાણના સમયે, પપ પુણ્યફલવિપાક અને પપ પાપફલવિપાકનું કથન કરેલું અને તે ઉપરાંત ન પૂછાયેલ હોવા છતાં ૩૬ અધ્યયનોનું પણ કથન કરેલું. “કલ્પસૂત્ર'ના આ ઉલ્લેખથી ગ્રંથમાં ઉલ્લેખાયેલી કારિકા (૩૬. ર૬૯)નો “સમવાયાંગ' સાથે સમન્વય સધાય છે. ગ્રંથમાં એક સ્થાને વળી બીજી આવા પ્રકારની ગાથા છે જેમાં ક્ષત્રિય-ઋષિ, સંજય મુનિને કહે છે કે વિદ્યા અને ચારિત્ર્યથી સંપન્ન સત્યવાદી અને પરાક્રમી જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે આ તત્ત્વને પ્રગટ કરીને પરિનિર્વાણ પ્રાપ્ત કરેલું. આ ઉલ્લેખોથી સિદ્ધ થાય છે કે “ઉત્તરાધ્યયન'માં મહાવીરનો અંતિમ ઉપદેશ છે.
હવે અહીં એક શંકા ઉત્પન્ન થાય છે કે આમ સ્વીકારતાં, નિયુક્તિ અને તેના આધારે લખાયેલ જિનદાસગણિ મહત્તરની ચૂર્ણાિ અને વાદિવેતાલ શાંતિસૂરિની ટીકાનું આ કથન કે ઉત્તરાધ્યયનનાં કેટલાંક અધ્યયન અંગ ગ્રંથોમાંથી (જેમકેદષ્ટિવાદમાંથી પરીષ૬) લેવામાં આવેલ છે; કેટલાંક જિન-ભાષિત (જેમ કે તુમપત્ર) છે; કેટલાંક પ્રત્યેક-બુદ્ધ (જેમકે પછીય) દ્વારા પ્રરૂપિત છે અને
અનુસંધાન પૃષ્ટ ર૯ની પાદટિપ समणे भगवं महावीरे अंतिमराइयंसि पणपत्रं अज्झयणाई कलाणफलविवागांई पणपत्रं
अज्झयणाइं पापफल विवागाइं वागरित्ता सिद्धै जाव सव्वदुःखप्पहीणे । १ छत्तीसं उत्तरज्झयणा पण्णपत्ता तं जहा...।
સમવા ૩૬મો સમવાય ૨ જુઓ – પૃષ્ઠ ૨૯ પાદટિપ ૩. 3 इइ पाउकरे बुद्धे नायए परिणिन्दुए । विज्जाचरणसंपन्ने सच्चे सच्चपरक्कमे ।।
–૩. ૧૮-૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org