________________
પ્રકરણ ૧: દ્રવ્ય-વિચાર
૯૫
આ રીતે, અગ્નિકાયિક અને વાયુકાયિક જીવોમાં સ્થાવરપણાનું પ્રાધાન્ય હોવાથી તથા વિષયનું સામ્ય હોવાથી અહીં એકેન્દ્રિયના પાંચ ભેદોને દષ્ટિમાં રાખીને વિચાર કરવામાં આવશે.
૧. પૃથ્વીકાયિક જીવ-જેનું પૃથ્વી જ શરીર છે તેને પૃથ્વીકાયિક જીવ કહેવામાં આવે છે. સૂક્ષ્મ અને સ્થળ તરીકેના બે ભેદ પ્રથમ પાડવામાં આવ્યા પછી બંનેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા અવાજોર બે બે ભેદ પાડવામાં આવ્યા છે. સ્થળ પર્યાપીકને પ્રથમ તો મૃદુ (શ્લષ્ણા) અને કઠિન (ખર) એવા બે ભાગોમાં વિભક્ત કરેલ છે. ત્યારબાદ, મૃદુ-પૃથ્વીના સાત અને ખરપૃથ્વીના છત્રીશ પ્રકારોને ગણાવવામાં આવ્યા છે.
(ક) મૃદુ-પૃથ્વીના સાત પ્રકાર- કાળી, ભૂરી, લાલ, પીળી, શ્વેત, પાંડુ તથા પનકમૃત્તિકા (આકાશમાં ફેલાનાર અતિ સૂક્ષ્મ રજ) એવા સાત પ્રકાર પાડેલ છે. આ બધા ભેદ રંગને આધારે ગણાવવામાં આવ્યા છે.
(ખ) ખર પૃથ્વીના છત્રીશ પ્રકાર- શુદ્ધ-પૃથ્વી (સમૂહરૂ૫), શર્કરા, રેતી, પથ્થર, શિલા, લવણ, ક્ષાર, લોખંડ, તાંબુ, ત્રપુ, સીસું, ચાંદી, સોનું, વજ (હીરો) હરિતાલ (પીળી અને સફેદ), હિંગ લુક (ગિરફ), મન:શિલા, સાસક (એક જાતનું રત્ન). અંજન (સુરમો), પરવાળું; અભ્રપટલ (અબરખ), અન્નવાલક, ગોમેદક, રુચ, અંક, સ્ફટિક-લોહિતાક્ષ, મરકત-મસારગલ્લ,
१ दुविहा पुढवीजीवा य सुहुमा बायरा तहा ।
पज्जन्तमपज्जत्ता एवमेव दुहा पुणो ।
–૩. રૂ. ૭૦.
२ वायरा जे उ पज्जत्ता दुविहा ते वियाहिया ।
सण्हा खरा य बोधव्वा सण्हा सत्तविहा तहिं ।।
एए खर पुढवीए भेया छत्तीसमाहिया । एगविहमनाणत्ता सुहमा तत्थ वियाहिया ।।
–૩. ૩૬. ૭૬-૭૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org