________________
પરિશિષ્ટ ૧ : કથા-સંવાદ
સૌમ્યરૂપને જોઈ કોઈ ક્ષત્રિય મુનિએ પૂછ્યું :
ક્ષત્રિય મુનિ : તમારું નામ અને ગોત્ર જણાવો. તમે શા માટે મુનિ થયા છો ? આચાર્યની સેવા કેવી રીતે કરો છો અને વિનીત કઈ રીતે બન્યા છો ?
સંજય મુનિ : નામે હું સંજય છું. મારું ગોત્ર ગૌતમ છે. ગર્દભાલી મુનિ મારા આચાર્ય છે. મુક્તિ માટે હું મુનિ બન્યો છું અને આચાર્યના ઉપદેશાનુસાર સેવા કરું છું તેથી હું વિનીત છું.
સંજયમુનિના આ ઉત્તરથી આકર્ષાઈને ક્ષત્રિય મુનિએ પૂછ્યા વિના જ અનેક બાબતો દર્શાવી અને પ્રસંગવશ ભરત, સગર વગેરે અનેક મહાપુરુષોનાં ઉદાહરણો આપ્યાં અને જણાવ્યું કે એમણે વિપુલ સમૃદ્ધિ છોડીને જિનદીક્ષા લીધી હતી અને મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.
આ રીતે આ આખ્યાન નીચેની બાબતો ઉપર પ્રકાશ પાડે છે :
૧ દીક્ષા લેવાનું પરિણામ - મુક્તિ
૨ સંસારની અસારતા
૩ હિંસાવૃત્તિનો ત્યાગ
૪ અભયદાતા બનવું.
૧ ઉ. અધ્યયન ૨૧.
૪૭૧
સમુદ્રપાલ આખ્યાન :
ચંપા નગરીમાં ભગવાન મહાવીરનો શિષ્ય નામે પાલિત વિક રહેતો હતો. તે નિર્પ્રન્થ-પ્રવચનમાં વિશારદ હતો. એકવાર વેપાર માટે હોડીમાં બેસીને પિઠુંડનગર ગયો. ત્યાં કોઈ શેઠે પોતાની કન્યા તેની સાથે પરણાવી. કેટલોક સમય ત્યાં રહીને પછી તે પોતાની ગર્ભવતી પત્નીને લઈ સ્વદેશ પાછો ફર્યો. માર્ગમાં તેની પત્નીએ પુત્રને જન્મ આપ્યો. સમુદ્રમાં જન્મેલો હોવાથી તેનું નામ ‘સમુદ્રપાલ’ રાખવામાં આવ્યું. ધીમે ધીમે યુવાન થતાં તેણે બોંતેર કળાઓમાં તથા નીતિશાસ્ત્રમાં પાંડિત્ય પ્રાપ્ત કર્યું. એકદિવસ તેના પિતાએ તેનાં લગ્ન રૂપિણી નામની કન્યા સાથે કર્યાં. તેની સાથે તે સુરમ્ય મહેલોમાં દેવદશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org