________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
આ પ્રભાવોત્પાદક આખ્યાનમાંથી નીચેની બાબતો પર પ્રકાશ પડે છે : ૧ વિભિન્ન પરિસ્થિતિઓમાં નારીનું કર્તવ્ય અને શીલરક્ષા. ૨ રાજીમતી, રથનેમિ અને અરિષ્ટનેમિના ઉદાત્ત-ચરિત્રો.
૩ રીતિ-રિવાજ અને રાજ્યવ્યવસ્થા વગેરેના ચિત્રો.
૪૭૦
૪ પશુ-હિંસામાં નિમિત્તમાત્ર બનવાનું પરિણામ.
૫ કૃષ્ણ વગેરે ઐતિહાસિક મહાપુરુષોનો સર્વપ્રથમ ઉલ્લેખ. સંજય આખ્યાન' :
એક સમયે દેવલોકમાંથી ચુત થઈ રાજા સંજયે કાંપિલ્ય નગરમાં જન્મ લીધો. એકવાર તે અશ્વ ઉપર આરૂઢ થઈ ચતુરંગિણી સેના સાથે ‘કેશર’ ઉદ્યાનમા શિકાર ખેલવા ગયો. ત્યાં તેણે ગભરાયેલ હરણોને માર્યા. તે ઉદ્યાનના અપ્કોવમંડપ (લતા મંડપ)માં તપસ્વી ગર્દભાલીમુનિ ધ્યાનમગ્ન હતા. આમ તેમ ફરતા રાજાએ પછીથી તે લતાંમડપની પાસે પહેલાં મરેલ હરણો જોયાં, એ પછી ધ્યાનસ્થ મુનિને જોયા. મુનિને જોઈ રાજાને બીક લાગી. તેણે વિચાર્યું કે રસલોલુપ એવા મેં અહીંનાં હરણો મારીને મુનિનો અપરાધ કર્યો છે તેથી મુનિના કોપથી ડરેલો રાજા એકદમ અશ્વ ઊપરથી ઉતર્યો અને વિનયપૂર્વક બોલ્યો, ‘હે ભગવાન ! આ બાબતમાં મને માફ કરો.' મુનિ એ સમયે ધ્યાનમગ્ન હતા. તેથી તેણે કોઈ જવાબ ન આપ્યો. તેથી રાજાને વધારે ભય લાગ્યો. પછી રાજાએ પોતાનો પરિચય આપી ફરીથી વિનતિ કરી. ધ્યાનસ્થ મુનિએ મોનનો ભંગ કરતાં કહ્યું, ‘હે રાજા ! તને અભય હો. તું પણ બીજાને અભય આપનારો થા. તું શા માટે હિંસા કરે છે ? આ સંસાર અસાર અને અનિત્ય છે. એક દિવસ તારે પણ બધું અહીં છોડીને પરલોક જવું પડશે.’
આ રીતે વિવિધ પ્રકારે મુનિ દ્વારા સમજાવવામાં આવેલો રાજા સંજય રાજ્ય છોડીને તેમની સમીપે જ જીનશાસનમાં દીક્ષિત થઈ ગયો. એક દિવસ સંજયમુનિના
૧ ઉ. અધ્યયન ૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org