________________
પરિશિષ્ટ ૧ : કથા-સંવાદ
૪૬૯
જ્યારે રાજીમતીએ પોતાના થનાર પતિની પ્રવ્રજ્યાના સમાચાર સાંભળ્યા ત્યારે તે સૂનમૂન થઈ ગઈ. પછી તેણે પણ વિચાર્યું, “પતિએ જેને ત્યજી દીધી છે એવી મને ધિક્કાર છે. મારે માટેપણ પ્રવ્રજ્યા લેવી ઊચિત છે. ત્યાર પછી મક્કમ નિશ્ચયવાળી, ધૃતિમતી રાજીમતીએ પણ પોતાના સુવાસિત વાળને પોતાના હાથ વડે ઊખેડી નાંખ્યા અને સ્વયં પ્રવ્રજિત થઈ તેણે બીજા અનેક સ્વજનોને પણ પ્રવ્રજિત કર્યા. આ જોઈ વાસુદેવે બહુશ્રુતા રાજીમતીને પણ અભીષ્ટ સિદ્ધિ માટેના શુભ આશીર્વાદ આપ્યા.
પ્રવ્રજિત થઈ જ્યારે રાજીમતી એક દિવસ રેવતક પર્વત તરફ જઈ રહી હતી ત્યારે રસ્તામાં અચાનક વર્ષ થવાથી તે ભીંજાઈ ગઈ. વરસાદ અને અંધકાર જોઈ રાજીમતીએ પાસે રહેલી ગુફામાં જઈ વસ્ત્રો ઉતાર્યા અને તેમને સૂકવવા લાગી. આ દરમ્યાન, પહેલાંથી ત્યાં રહેલો રથનેમિ રાજીમતીને યથાકાત (નગ્ન) સ્વરૂપે જોઈ ગયો અને અસ્થિર ચિત્તવાળો બન્યો. રાજીમતી પણ ત્યાં રથનેમિને જોઈ ભયભીત થઈ ગઈ અને ધ્રુજતી તેણે પોતાના ગોપનીય અંગોને ઢાંક્યા. પછી ભયભીત રાજીમતી પાસે રથનેમિએ સાંત્વના-ભર્યા શબ્દોમાં પ્રણય નિવેદન કર્યું. આમ રથનેમિને અસંયમિત જોઈ રાજીમતી પોતાના દેહને વસ્ત્રોથી ઢાંકતાં બોલી, “જો તું રૂપમાં: વૈશ્રવણ, લાલિત્યમાં નલકુબર કે સાક્ષાત્ ઈન્દ્ર હો તો પણ હું તને ચાહતી નથી. હે યશ કામી, વમિત વસ્તુને ખાવા ઈચ્છનાર તને ધિક્કાર છે. એ કરતાં તો મરવું સારું.” તે પછી તેણીએ બંનેના કુળની શ્રેષ્ઠતા વગેરે દર્શાવતાં ફરીવાર કહ્યું, “જો તું સ્ત્રીઓને જોઈ રાગભાવ પ્રકટ કરીશ તો અસ્થિરાત્મા (ચંચળ ચિત્તવૃત્તિવાળો) બનીને શ્રમણ બનવાના લાભને પ્રાપ્ત નહીં કરી શકે.”
આ રીતે સંયમિની રાજીમતીના સુભાષિત વચનો સાંભળી રથનેમિ સંયમમાં અંકુશથી મદોન્મત હાથીની જેમ દઢ બન્યો. તે પછી બંનેએ નિલભાવે આજીવન દઢ સંયમનું પાલન કરી મોક્ષ પ્રાપ્ત કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org