________________
૫૮
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
આવે છે'. આ અઢી દ્વીપોનાં નામ આ પ્રમાણે છે : જંબુદ્રીપ, ઘાતકી ખંડદ્વીપ અને અડધો પુષ્કદ્વીપ (પુષ્કરાર્ધ). આ અઢી દ્વીપની રચના એક સરખી છે; તફાવત માત્ર એટલો છે કે તેમનું ક્ષેત્ર ક્રમશ: બમણું-બમણું થતું ગયું છે. પુષ્કરદ્વીપના મધ્યમાં માનુષોત્તર પર્વત આવી ગયેલ હોવાથી પુષ્કરદ્વીપને અડધો ગણવામાં આવેલ છે. તેથી તેનું ક્ષેત્ર-ફળ ઘાતકીખંડ દ્વીપના ક્ષેત્રફળ જેટલું જ છેરું. જંબુદ્વીપમાં સાત પ્રમુખ ક્ષેત્ર છે: ભરત, હેમવત, હરિ, વિદેહ, રમ્યક, હેરણ્યવત અને ઐરાવત. વિદેહ-ક્ષેત્રમાં બીજાં બે મુખ્ય ક્ષેત્ર છે અને તેમનાં નામો આ પ્રમાણે છે : દેવકુરુ અને ઉત્તરકુરુ. ઘાતકીખંડ અને પુષ્કરાર્ધદ્વીપમાં આ બધાં ક્ષેત્રોની બમણી-બમણી સંખ્યા છે. આ બધાં ક્ષેત્ર કર્મભૂમિ, અકર્મભૂમિ અને અંતદ્વીપના ભેદથી ત્રણ ભાગોમાં વિભાજિત થાય છે .
:
કાલ-વિભાગ નથી હોતો કારણ કે મનુષ્ય-ક્ષેત્રમાં વિદ્યવાન સૂર્ય-ચંદ્ર જ પોતાની ગતિ દ્વારા સમય, માસ વગેરેનું વિભાજન કરે છે. મનુષ્ય ક્ષેત્રની બહાર જો કે અસંખ્યાત સૂર્ય અને ચંદ્ર છે પણ તે ગતિશીલ નથી તેથી વ્યવહાર-કાળનો વિભાગ મનુષ્યક્ષેત્ર સુધી જ સિમિત હોવાથી મનુષ્યક્ષેત્રને ‘સમયક્ષેત્ર' કહેવામાં આવે છે.
જુઓ - ઉત્તર મળળિ (આ. તુસી) ભાગ-૨ પૃ. ૩૧૬.
१. समए समयखेत्तिए ।
૧૩. ૩૬. ૭.
૨. આ ક્ષેત્રોમાં થાળી આકારનો જંબુદ્રીપ બધાની વચ્ચે છે. તેની ચારે બાજુ લવણસમુદ્ર છે. તેના પછી, બંગડીના આકારે ઘાતકીખંડ દ્વીપ લવણસમુદ્રની ચારે બાજુ વીંટળાયેલ છે. તેના પછી, ઘાતકીખંડદ્વીપની ચારે બાજુ કાલોદધિસમુદ્ર છે. તેના પછી, કાલોદધિસમુદ્રની ચારે બાજુ પુષ્કરદ્વીપ છે. આમ, આગળ ઉપર પણ, સમુદ્ર અને દ્વીપના ક્રમે, સ્વયંભૂ રમણ સમુદ્ર સુધી ૨ચના થયેલી છે. 3 भरतहैमवतहरिविदेहर म्यकहैरण्यवत्तैरावतवर्षा: क्षेत्राणि ।
:
४ कम्मअकम्मभूमा य अंतरद्दीवया तहा ।
पन्नरसतीसविहा भैया अट्ठवीसई ।
संखा उ कमसो तेसिं इइ एसा वियाहिया ||
Jain Education International
For Private & Personal Use Only
—7. TM. ૩. ૧૦.
-૩. ૩૬. ૧૧૫.
:
૩. ૩૬. ૧૧૬.
www.jainelibrary.org