________________
પ૯
(ક) કર્મભૂમિ- મનુષ્ય જ્યાં કૃષિ, વાણિજ્ય, શિલ્પકળા, વગેરે દ્વારા જીવન નિર્વાહ કરે છે અર્થાતું જ્યાં કર્મ કર્યા વગર જીવન-યાપન સંભવે નહિ તેને “કર્મભૂમિ' કહેવામાં આવે છે. અહીં રહેલ જીવ જ, સહુથી મોટું પાપ-કર્મ અને સહુથી મોટું પુણ્ય-કમ કરી શકે છે. તેની સીમામાં ભરત, ઐરાવત, તથા મહા વિદેહ (દેવકુર અને ઉત્તર કુરુ સિવાયનો વિદેહનો ભાગ)- આ ત્રણ ક્ષેત્ર આવે છે. આ ત્રણ ક્ષેત્ર જ અઢી દ્વીપોમાં ૧૫ ક્ષેત્રોની સંખ્યા પૂરી કરે છે. જેમકે-જંબૂદ્વીપમાં એક ભરત, બે એરાવત અને બે મહાવિદેહ છે. પુષ્કરઅર્ધદ્વીપમાં બે ભરત, બે ઐરાવત તથા બે મહાવિદેહ છે. આમ, અઢી દ્વીપોમાં કર્મભૂમિના કુલ મળીને ૧૫ ક્ષેત્ર છે. આજનું વિજ્ઞાન જેટલા ભૂ-ખંડની શોધ કરી શક્યું છે તે બધા કર્મભૂમિના જંબૂદ્વીપમાં રહેલ ભરત ક્ષેત્રનો નાનકડો ભાગ છે. આ પરથી પૂર્ણ મધ્યલોક તથા ત્રણે લોકોના વિસ્તારનો ખ્યાલ માત્ર અનુમાનથી આવી શકે છે.
(ખ) અકર્મભૂમિ (ભોગભૂમિ)- જ્યાં, કૃષિ આદિ કર્મ કર્યા વગર જ ભોગોપભોગની સામગ્રી ઉપલબ્ધ થઇ જાય છે અને જીવન-યાપન કરવા માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી તેને “અકર્મભૂમિ' કહેવામાં આવે છે. અહીં ભોગોપભોગની સામગ્રી ઈચ્છા સેવવા માત્રથી મળી જાય છે. પરિણામે લોકો ભોગોમાં લીન રહે છે. તેથી તેને “ભોગભૂમિ' પણ કહે છે. આદિકાળનો પ્રાકૃતિક-સામ્યવાદ જે ઇતિહાસમાં જોવા મળે છે તેનું મોટે ભાગે સુવિકસિત રૂપ ભોગભૂમિના વિષયમાં જોવા મળે છે. દેવતાઓના સુખની જેમ, અહીં સુખની જ પ્રધાનતા છે. બાકીના (કર્મભૂમિના ૧૫ ક્ષેત્ર છોડીને) ૩૦ ક્ષેત્રોમાં
१ भरतैरावतविदेहा: कर्मभूमयोऽन्यत्र देवकुरूत्तरकुरुभ्यः ।
–1. ખૂ. ૩. ૩૭.
૨ એજન તથા ૩. ૩૬૨૬૨ (માત્મારામ-ર) ૩ એજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org