________________
રત્નત્રય
નામો મળે છે. આ પરથી પ્રતીત થાય છે કે ઈન્દ્રિય અને મનની સહાયતાથી પ્રાપ્ત થનાર સમસ્ત જ્ઞાન ‘આભિનિબોધિક' જ છે. દિગંબરર અને શ્વેતાંબર પ્રાચીન ગ્રંથોમાં ‘મતિજ્ઞાન'ના અર્થમાં ‘આભિનિબોધિક’ નામ મળે છે તેથી પ્રતીત થાય છે કે તેનું પ્રાચીન પ્રચલિત નામ ‘આભિનિબોધિક’ જ હતું. આ જ્ઞાનના વિષયમાં એક બીજું અંતર દૃષ્ટિગોચર થાય છે તે એ છે કે સામાન્ય રૂપે જૈન દર્શનમાં સર્વત્ર શબ્દજ્ઞાનપૂર્વે ઈન્દ્રિયજ્ઞાન (આબિનિબોધિક-મતિજ્ઞાન)ને સ્વીકારવામાં આવલે છે. જ્યારે પ્રસ્તુત ગ્રંથમાં ઈન્દ્રિયજ્ઞાનની પૂર્વે શબ્દજ્ઞાનને ગણાવવામાં આવ્યું છે. એનું કારણ એ પ્રતીત થાય છે કે ‘શાસ્ત્રજ્ઞાન’નું મહત્ત્વ પ્રગટ કરવા માટે પ્રસ્તુત ગ્રંથમાં શાસ્ત્રજ્ઞાનને પ્રથમ ગણાવવામાં આવ્યું હોય અને પછીથી જ્ઞાનની ઉત્તરોત્તર શ્રેષ્ઠતાને આધારે ક્રમપૂર્વક નિર્ધારિત કરવામાં આવ્યું હોય. એ રીતે તેના આવક કર્મોનાં નામ અને ક્રમમાં પણ અંતર છે. અહીં એક વાત વળી એ પણ સ્પષ્ટ કરવા ઈચ્છું છું કે જૈન દર્શનમાં શ્રુતજ્ઞાન અને આભિનિબોધિક જ્ઞાનની ઉત્પત્તિ પર-આપેક્ષ (શાસ્ત્ર અને ઈન્દ્રિયાદિ સાપેક્ષ) હોવાથી એ બન્નેને ‘પરોક્ષજ્ઞાન’ (અપ્રત્યક્ષ) માનવામાં આવેલ છે તથા પછીનાં ત્રણ જ્ઞાનોને સાક્ષાત્ આત્મામાંથી પ્રગટ થતાં હોવાથી (પર-સાપેક્ષ ન હોવાથી) પ્રત્યક્ષ તરીકે સ્વીકારવામાં આવેલ છે . વર્તમાનમાં વ્યવહાર ચલાવવા
१. ईहा अपोह वीमंसा मग्गणा य गवेसणा । सणासईई पण्णा सव्वं आभिणिबोहियं ॥
--આવશ્યનિર્મુત્તિ, ગાથા ૧૨. २. भावपमाणं पंचविहं, आभीणिबोहियणाणं सुदणाणं ओहिणाणं मणपज्जवणाणं केवलणाणं चेदि ।
आभिणिसुदोघिमणकेवलाणि णाणाणि पंचभेयाणि । कुमदिसुदविभंगाणि य तिणि वि णाणेहिं संजुत्ते ||
૩ શ્રુતં મતિપૂર્વ ।
૪ આઘે પરોક્ષમ્ । પ્રત્યક્ષમન્યત્ ।
Jain Education International
—ધવહાટીા—પટ્ટુડામ, પુસ્ત ૧ (૧.૧.૧.), પૃ. ૮૦.
૨૧૧
—તા. સૂ. ૧. ૨૦.
—હૈં. મૂ. ૧. ૧૧-૧૨.
—પાસ્તિાય, ગાથા ૪૧.
For Private & Personal Use Only
www.jainelibrary.org