________________
ર૧૨
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
માટે ઈન્દ્રિયજ્ઞાનને સાંવ્યવહારિક-પ્રત્યક્ષ કહેવામાં આવી રહેલ છે અને પછીના ત્રણ જ્ઞાનો પરમાર્થ (મુખ્ય) પ્રત્યક્ષ. એટલું વિશેષ છે કે સ્મૃતિ વગેરે બધા આભિનિબોધિક જ્ઞાનને સાંવ્યવહારિક પ્રત્યક્ષ માનવામાં આવતા નથી પરંતુ, ઈન્દ્રિય મનોનિમિત્તક વર્તમાન-વિષયક જ્ઞાન (મતિજ્ઞાન)ને જ સાંવ્યવહારિકપ્રત્યક્ષ માનવામાં આવે છે અને બાકીનાં અતીતાદિવિષયક સ્મૃતિ વગેરે બધાં જ્ઞાનોને પરોક્ષ જ માનવામાં આવે છે.
૩. અવધિજ્ઞાન: અવધિનો અર્થ થાય સીમા. તેથી ઈન્દ્રિયાદિની સહાયતા વગર કેટલીક સીમા સુધી જે રૂપી-પદાર્થ વિષયક અંત:સાક્યરૂપ જ્ઞાન થાય છે તેને “અવધિજ્ઞાન” કહેવામાં આવે છે. આ જ્ઞાનમાં અરૂપી દ્રવ્યોનો સાક્ષાત્કાર થતો નથી. આ દિવ્યજ્ઞાનની પ્રથમ અવસ્થા છે.
૪. મનઃ પર્યવજ્ઞાન : બીજાના મનોગત વિચારોને જાણવાની શક્તિને કારણે તેને “મન:પર્યવજ્ઞાન” કહેવામાં આવે છે. આ દિવ્યજ્ઞાનની બીજી અવસ્થા
१ तत्प्रत्यक्षं द्विविधम्-सांव्यवहारिकं पारमार्थिकं चेति । तत्र देशतो विशदं सांव्यवहारिक प्रत्यक्षम् ॥
–ચાયવીરપ, પૃ. ૩૧. विशद: प्रत्यक्षम् । प्रमाणान्तरानपेक्षेदन्तया प्रतिभासो वा वैशद्यम् । तत् सर्वथावरणविलिये चेतनस्य स्वरूपाविर्भावो मुख्यं केवलम् । ...तत्तारतम्येऽवधिमन:पर्यायौ च । ...... દ્રિયમનનિમિત્તો દેહાવાયારત્મા સાંવ્યવહારિમા
પ્રમાણમીમાંસા ૧. ૧. ૧૩. ર૦. २ अविशदः परोक्षम् । स्मृतिप्रत्यभिज्ञानोहानुमानागमास्तद्विषयः ।
–પ્રમાણમીમાંસા ૧. ૨. ૧-૨. ૩ રૂપિષ્યવ: |
–ત. સૂ. ૧. ૨૭. भवप्रत्ययोऽवधिर्देवनारकाणाम् । क्षयोपशमनिमित्त: षड्विकल्प: शेषाणाम् ।
–ત. સૂ. ૧. ૨૧-રર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org