________________
૪૧૪
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
અંકુશ દ્વારા વશમાં લાવતો. યુદ્ધમાં હાથીઓ આગળ રહેતા તેથી ગ્રંથમાં હાથીને સંગ્રામ-શીર્ષ બની શત્રુઓને જીતનાર ગણવામાં આવ્યા છે. હાથી અને અશ્વોને પશુઓમાં શ્રેષ્ઠ માનવામાં આવતા. શ્રેણિક રાજા આનાથી મુનિને પોતાનો પરિચય આપતી વખતે આ બંને પશુઓનો ઉલ્લેખ કરે છે. કૂતરો અને સૂવર – એ બંને પશુઓ શિકારમાં કામ આવતાં. બકરાને મહેમાનોના ભોજન માટે સારા આહાર તરીકે માનવામાં આવતો. આ યજ્ઞમાં પણ પશુઓ બલી તરીકે કામ આવતાં. તેથી યજ્ઞમાં પશુ હિંસાનો નિષેધ કરવામાં આવેલ
પશુઓ ઉપરાંત પક્ષીઓને પણ પાંજરામાં રાખીને પાળવામાં આવતાં. ગ્રંથમાં અનેક પંખીઓનાં નામો મળે છે પણ તે બધાંને પાળવામાં આવતા નહિ. પશુઓ અને પંખીઓને પકડવા અને પાળવા માટે અનેક પ્રકારની જાળ તથા પાંજરાનો પ્રયોગ કરવામાં આવતો હતો. १ अंकुसेण जहा नागो ।
–૩. રર. ૪૭. તથા જુઓ – ૧૪. ૪૮. ૨ તથા જુઓ – પૃ. ૪૧૩, પા. ટિ. ૩. 3 अस्सा हत्थी मणुस्सा मे ।।
–૩. ૨૦. ૧૪. ४ कुवंतो कोल-सुणएहिं सबलेहिं य ।
–૩. ૧૯. પપ. તથા જુઓ - ૧૯. ૬૬. ૫ ગય જ્જર મોડું ...... પ્રણે વ ાઈ |
–૩. ૭. ૭. ६ नाहं रमे पक्खिणि पंजरे वा ।
–૩. ૧૪. ૪૧. ૭ જુઓ - મરર તિર્યગ્ન, પ્રકરણ ૧. ८ पासेहिं कूडजालेहिं मिओ वा अवसो अहं ।
वीदंसएहिं जालेहिं लेप्पाहि सउणो विव ।।
–૩. ૧૯. ૬૪-૬૬. તથા જુઓ - ઉ. ૧૯. ૫૩, ૨૩. ૪૦-૪૩, ૩ર. ૯, રર. ૧૪, ૧૬, પૃ. ૪૧૪, પા. ટિ. ૬.
–૩. ૨૮. ૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org