________________
[૧૩]
અનુવાદકનું પુરોવચન આદરણીય શ્રી સુદર્શનલાલ જૈન દ્વારા શોધ-પ્રબંધ તરીકે તૈયાર કરવામાં આવેલ ગ્રંથ “ઉત્તરાધ્યયનસૂત્ર એક પરિશીલન' મારા વાંચવામાં આવ્યો. ગહન વિષયની તેમાં કરવામાં આવેલ વિશદ છણાવટથી હું ખૂબ જ પ્રભાવિત થયો અને ગુજરાતી ભાષામાં આ ગ્રંથનો અનુવાદ કરવાની મને ઈચ્છા થઈ. અનુમતિ માટે મેં શ્રી સુદર્શનલાલજીને પત્ર લખ્યો અને તેમણે ખૂબ જ આનંદથી અનુમતિ તો આપી જ પણ પાર્શ્વનાથ શોધ-સંસ્થાનના તે સમયના નિદેશક શ્રી ડૉ. સાગરમલજી જૈન દ્વારા અનુવાદ છપાવી આપવામાં આવશે એવી પણ શક્યતાનો નિર્દેશ કર્યો.
મેં ગ્રંથનો અનુવાદ ૧૫ ડીસેમ્બર ૧૯૮૨ના રોજ સંપન્ન કર્યો પણ આયોજનિક અગવડને કારણે ગ્રંથ છપાવવાનું શક્ય ન બન્યું. એવામાં એપ્રિલ ૧૯૯૮માં માનનીય શ્રી ડૉ. રમણલાલ ચી. શાહ તેમના મિત્ર શ્રી બિપિનભાઈ જૈન સાથે પાર્શ્વનાથ શોધ-સંસ્થાનની મુલાકાતે ગયા ત્યારે ડૉ. શ્રી રમણભાઈની વિનંતિને માન આપી તેમના મિત્ર શ્રી બિપિનભાઈ જૈને અનુવાદ છપાવવા માટે આર્થિક સહાય કરવાની તૈયારી દર્શાવી. સંપાદક તરીકેનું કાર્ય કરવાની સંમતિ પ્રો. તારાબહેન રમણભાઈ શાહે આપી. આ રીતે આ અનુવાદ પ્રકાશિત થઈ રહ્યો છે એ મારે મન ખૂબ જ આનંદની વાત છે. ઝેરોક્ષ અંગેનું કામ સરસ રીતે કરી આપનાર બહેન શ્રી શારદાબહેન તથા ડૉ. ડી. ડી. ઝાલાનો આભાર.
અનુવાદકનું કાર્ય ચાલતું હતું ત્યારે મારે નિવાસસ્થાને પધારેલ માનનીય સ્વ.શ્રી દલસુખભાઇ માલવાણીયા અને માનનીય સ્વ.શ્રી ભોગીલાલ સાંડેસરાએ મારા અનુવાદના કાર્યમાં વેગ આવે એવું પ્રોત્સાહન આપેલું.
મારા આ નમ્ર પ્રયાસમાં સહાયરૂપ થનાર સર્વે મહાનુભાવો તથા પ્રેસના કાર્યકરો પ્રત્યે ઊંડા આદરની લાગણી દર્શાવી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. તા. ૨૫મી માર્ચ ૨૦૦૧
અરુણ શાં. જોષી ભાવનગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org