________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
આ બધા નપુંસક અને ઉપપાદ-જન્મવાળા હોય છે. અધોલોકમાં નીચે અને નીચે સાત પૃથ્વીઓ હોવાથી તેના જ નામ પ્રમાણે સાત નર્ક માનવામાં આવેલ છે. અને તેને નર્કોમાં નિવાસ કરનારા જીવોના ભેદથી નારકીઓના પણ સાત પ્રકાર પાડવામાં આવ્યા છે. એમની અધિકતમ આયુ ક્રમશઃ (ઉપરથી નીચે તરફના નર્કમાં) ૧ સાગર, ૩ સાગર, ૭ સાગર, ૧૦ સાગર, ૧૭ સાગર, રર સાગર, અને ૩૩ સાગર છે. પ્રથમ નર્કની ઓછામાં ઓછી આયુ ૧૦ હજાર વર્ષ તથા અન્ય નર્કોમાં પૂર્વ-પૂર્વ નર્કોની ઉત્કૃષ્ટ આયુ જ પછી-પછીનાં નર્કોમાં નિમ્નતમ આયુ છે. નારકી જીવ મટીને પુનઃ નર્કોમાં ઉત્પન્ન થતા નથી. માટે એમની આયુ (ભવસ્થિતિ) અને કાયસ્થિતિમાં કોઈ તફાવત નથી. અર્થાતુ નારકી જીવોની જે સામાન્ય આયુ (ભવસ્થિતિ) દર્શાવવામાં
१ देवनारकाणामुपादः । औपपादिकं वैक्रियिकम् । लब्धिप्रत्यय च । नारक सम्मूर्छिनो नपुंसकानि । न देवाः ।
–ત. રૂ. ૨૩૪, ૪૬-૪૭, ૧૦-૧૨. ૨ જુઓ – પૃ. ૬૧. પા. ટિ. ૧. ૩ સાગર યા સાગરોપમનો અર્થ – સદ્યોત્પન્ન (તાજા જન્મેલા) બકરાના
અભેદ્ય સૂક્ષ્મતમ વાળના ટૂકડાઓથી ભરેલ એક યોજન લાંબા અને તેટલા જ પહોળા ખાડામાંથી જો દર સો વર્ષે એક વાળનો ટૂકડો કાઢી લેવામાં આવે તો જેટલા સમયમાં તે ખાડો ખાલી થઈ જાય તે સમને પલ્ય, પલ્યોપમ અથવા પાલિ કહેવાય. એવા દસ (કરોડxકરોડ) પલ્યોનો સમય “સાગર”
અથવા સાગરોપમ થાય છે. ४ सागरोवममेगं तु उक्कोसेण वियाहिया ।
पढमाए जहनेणं दसवाससहस्सिया ॥ तिण्णेव सागराऊ उक्कोसेण वियाहिया ।
तेत्तीससागराऊ उक्कोसेण वियाहिया । सत्तमाए जहत्रेणं बावीसं सागरोवमा ।।
--૩. ૩૬. ૨૬ ૦-૨૬૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org