________________
४८४
ઉત્તરાધ્યયન-સંશઃ એક પરિશીલન
રામ (બલરામ) : તેઓ યદુવંશી વસુદેવના પુત્ર હતા. તેમની માતાનું નામ રોહિણી હતું. તેમના ભાઈનું નામ કેશવ હતું અને તે નવમા બલદેવ હતા.
રૂપિણી : તે સમુદ્રપાલ વણિકની રૂપવતી પત્ની હતી.
રોહિણી : તે પ્રસિદ્ધ યદુવંશી રાજા વસુદેવની પત્ની હતી. તેના પુત્રનું નામ રામ (બલરામ) હતું.
બલભદ્ર : તે સુગ્રીવ નગરનો રાજા હતો. “મૃગા” તેની પટરાણી હતી અને મૃગાપુત્ર (બલશ્રી) તેમનો પ્રિય પુત્ર હતો.
વસુદેવ : તેઓ શૌર્યપુરના યદુવંશી રાજા હતા. તેમની બે રાણીઓનાં નામ રોહિણી અને દેવકી હતા. તેનાથી તેમને અનુક્રમે “રામ” અને “કેશવ' નામના બે પુત્રો થયા. સમુદ્રવિજય એમનો ભાઈ હતો.
વાસુદેવ* : આ કેશવ (કૃષ્ણ)નું જ બીજું નામ છે.
વિજય : આ બીજો બલદેવ છે. તે કીર્તિશાળી રાજા હતો. તેણે રાજ્ય વૈભવ છોડી જિનદીક્ષા લીધી હતી.
વિજયઘોષ૧૦ : તે જયઘોષ બ્રાહ્મણનો ભાઈ હતો. તે બનારસમાં વૈદિક યજ્ઞો કરતો હતો. પછીથી જયઘોષ મુનિની પ્રેરણાથી દીક્ષા લઈ તેણો મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.
૧ ઉ. રર. ૨, ૨૭. ૩ ઉ. ર૧. ૭ ૫ ઉ. ૧૯-૧-. ૭ જુઓ-જ. ભા.સં.પૃ. ૫૦૦-૫૦૧ ૯ ઉ. ૧૮. ૫૦.
૨ જુઓ – પૃ. ૪૭૬, પા. ટિ. ૨-૫ ૪ ઉ. રર-ર-૩. ૬ ઉ. રર-૧-૩. ૮ ઉ. રર-૮. ૧૦ ઉ. ૨૫. ૪-૫, ૩૬. ૪૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org