________________
૫૦૦ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ચંપાપુર (ચંપાનગર)ની આસપાસનો પ્રદેશ આ નગર તરીકે ગણાતો હશે એમ માનવામાં આવે છે. આ જેનોનું તીર્થસ્થાન પણ છે કારણ કે અહીંથી બારમા તીર્થકર વાસુપૂજ્ય મોક્ષ પામ્યા હતા.
દશાર્ણ : અહીંના રાજાનું નામ “દશાર્ણભદ્ર' હતું. ચિત્ત અને સંભૂત નામના જીવ પૂર્વભવમાં દાસરૂપે અહીં જન્મેલા. કાલિદાસે દશાર્ણ જનપદની રાજધાની વિદિશા' હતી એમ જણાવેલ છે. જૈન અને બૌદ્ધ એ બંને સાહિત્યમાં આ જનપદનો ઉલ્લેખ મળે છે. મધ્ય પ્રદેશનો ઘસાન નદીની આસપાસનો પ્રદેશ આ નામે ઓળખાતો હશે એમ માનવામાં આવે છે. દશા નામના બે જનપદોનો ઉલ્લેખ જોવા મળે છે જેમ કે : ૧ પૂર્વ દિશા (મધ્યપ્રદેશના છત્તીસગઢ જિલ્લા)માં અને ૨ પશ્ચિમ દશાર્ણા (ભોપાલ અને પૂર્વ માળવાનો પ્રદેશ). જૈન ગ્રંથો અનુસાર તેની રાજધાની મૃત્તિકાવતી (માલવામાં બનાસ નદી પાસે) હતી. દશાપુર અને દશપુર (મંદસોર) આ જનપદનાં મુખ્ય નગરો હતાં.
દ્વારકા : ભોગરાજ (ઉગ્રસેન) અહીંનો રાજા હતો. અહીંથી રેવતક પર્વત બહુ દૂર ન હતો. તેથી અરિષ્ટનેમિએ દીક્ષા લઈ રૈવતક પર્વત ઉપર કેશલોચ કરેલો. આ સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ) જનપદની રાજધાની ગણાતી". ઉત્તરાધ્યયનના રાજીમતી-નેમિ આખ્યાન ઉપરથી પ્રતીત થાય છે કે અન્ધકવૃષ્ણિ, કૃષ્ણ, દશાહ વગેરે આ નગરની આસપાસ રહેતા હતા.
પાંચાલ: ઉત્તરાધ્યયનમાં પાંચાલના બે રાજાઓનો ઉલ્લેખ છે. ૧બ્રહ્મદત્ત ચક્રવર્તી અને ૨ દ્વિમુખ. આ જનપદ કુરુક્ષેત્રના પશ્ચિમોત્તર ભાગમાં હતું. ૧
૧ ઉ. ૧૩. ૬, ૧૮. ૪૪. ૨ મેધદૂત રો ર૩-૨૪ ૩ ઉ. સમી. પૃ. ૩૭૬ ૪ ઉ. રર. રર, ર૭ ૫ બુદ્ધિસ્ટ ઈન્ડિયા પૃ. ૨૧ ૬ ઉ. પ૩. ર૬, ૧૮. ૪૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org