________________
પ્રકરણ ૨ : સંસાર
૧૩૧
તિર્યંચ અને નરકગતિનાં કષ્ટ : દેવગતિ અને મનુષ્યગતિ સિવાય તિર્યંચ અને નરકગતિ ભૌતિક સુખસુવિધાની દૃષ્ટિએ પણ દુર્ગતિરૂપ જ છે, માટે તેને ગ્રંથમાં આપત્તિમૂલક અને વધમલક દર્શાવવામાં આવેલ છે અને તેમાંથી મુક્ત થવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે'. એ બંનેમાંથી નરકગતિ અનેક કષ્ટોથી પૂર્ણ છે. આ નરકગતિમાં પ્રાપ્ત થતાં કષ્ટો મનુષ્યગતિમાં અનુભવાતાં કષ્ટો કરતાં અનંતગણ અધિક છે. મૃગાપુત્રે સંસારના વિષય-ભોગોથી વૈરાગ્ય લેતી વખતે પોતાના પિતાજીને એ નારકીય કષ્ટોનું વર્ણન સંક્ષેપમાં નીચે મુજબ કરેલું છે.
હે પિતાજી, જે પ્રકારની વેદનાઓ આ મનુષ્ય જાતિમાં જોવા મળે છે તેનાથી અનંતગણી વેદનાઓ નરકગતિમાં છે તે અત્યંત પ્રચંડ, તીવ્ર, પ્રગાઢ, રૌદ્ર, અસહ્ય અને ભયંકર છે. જેમ કે પ્રજ્વલિત અગ્નિ પર રાખેલા કુન્દકુંભી નામના વાસણમાં નીચે માથું અને ઉપર પગ રખાવીને અનેક વાર ભેંશની જેમ શેકાવું, મહાદાવાગ્નિ સમાન રેતીવાળા પ્રદેશોમાં સંતાપિત થવું, અતિ તીક્ષા કાંટાવાળા ઊંચા શીમળાના વૃક્ષ ઉપર ફેંકીને દોરડી વગેરે દ્વારા ખેંચાખેંચી કરવી, વિભિન્ન પ્રકારના અતિતીક્ષ્ણ હથિયારોથી કાપ-કૂપ કરીને કટકા કરીને વૃક્ષના ટૂકડા હોય એમ જમીન પર ફેંકવા, ભૂંડ અને કૂતરાઓ દ્વારા ઘસડવા, શેરડીની જેમ મોટાં યંત્રોમાં પીલાવું, આગ જેવા તપાવેલા રથમાં જોડીને ચાબૂકોથી મારવું, તીક્ષ્ણ હથિયાર જેવી ચાંચ-વાળા અનેક પ્રકારના ગીધ જેવાં
१. दुहओ गई बालस्स आवई वहमूलिया ।
देवत्तं माणुसत्तं च जं जिए लोलयासढे ॥ तओ जिए सई होइ दुविहं दुग्गइं गए । ढुलहा तस्स उम्मग्गा अद्धाए सुचिरादवि ।
–૩. ૭, ૧૭-૧૮. તથા જુઓ - ઉ. ૧૯. ૧૧, ૩૪. પ૬, ૩૬. ર૫૭ વગેરે ૨ ૩. ૧૯. ૪૮-૭૪; ૫. ૧૨-૧૩; ૬. ૮.
વિશેષ માટે જુઓ – સૂત્રકૃતાંગસૂત્ર ૧.૫, પ્રશ્નવ્યાકરણ અધ્યયન ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org