________________
રત્નત્રય
૧૯૭
આમ આ ધર્મ શબ્દનો પ્રયોગ અહીં મુક્તિના સાધક રત્નત્રયના અર્થમાં જ કરવામાં આવેલ છે. સામાન્ય વ્યવહારમાં પણ અહિંસાદિ શુભકાર્યો કરવાં એ “ધર્મ' છે એમ કહેવામાં આવે છે. મીમાંસાદર્શનમાં જે વૈદિક યાગાદિ-ક્રિયાને “ધર્મ” શબ્દથી વ્યક્ત કરવામાં આવી છે તે અહીં એક પ્રકારના કર્મ'ના રૂપે સ્વીકારાયેલ છે. ભારતીય ધર્મ-પરંપરામાં માનવામાં આવેલ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - આ ચાર પ્રકારના પુરુષાર્થોમાં ધર્મનું જ પ્રમુખ સ્થાન છે કારણ કે ધર્મ દ્વારા જ અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. આમ, “ધર્મ” શબ્દનો અર્થ થાય : “મુક્તિનો માર્ગ અને મુક્તિનો માર્ગ છે :
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્ર. હવે, ક્રમશઃ આ ત્રણોનું ગ્રંથાનુસાર વર્ણન કરવામાં આવશે.
સમ્યગ્દર્શન (સત્ય-શ્રદ્ધા) સત્યને જોવું” અથવા “સત્યનો સાક્ષાત્કાર કરવો” એવો સામાન્ય રીતે સમ્યગ્દર્શનનો સમ્મિલિત અર્થ થાય છે. સત્યનો પૂર્ણ સાક્ષાત્કાર ચક્ષુ ઈન્દ્રિય દ્વારા સંભવે નહિ તેથી સત્યભૂત જે નવ તથ્ય દર્શાવવામાં આવ્યાં તેમના સભાવમાં વિશ્વાસ કરવો એટલે “સમ્યગ્દર્શન”. આ તથ્યોમાં શ્રદ્ધા રાખવાથી ચેતન-અચેતનનું ભેદજ્ઞાન, સંસારના વિષયોમાંથી વિરક્તિ, મોક્ષ પ્રત્યે અનુરાગ, પરલોકાદિના સદ્ભાવમાં વિશ્વાસ અને ચેતનમાત્ર તરીકે દયાદિભાવ નિશ્ચિત થાય છે. આ પ્રકારના ભાવો ઉત્પન્ન થતાં, જીવ ધીરે ધીરે સત્યનો પૂર્ણ સાક્ષાત્કાર કરે છે. તેથી જૈન દર્શનમાં સમ્યગ્દર્શનના ગુણરૂપ પાંચ ચિહ્ન સ્વીકારવામાં આવેલ છે જેનું ગ્રંથમાં શબ્દ દ્વારા સ્પષ્ટરૂપે કથન નથી કરવામાં
૧ મણ ઘર્ષ યાવિવિ :... “વોનાક્ષળો થ' રૂતિ !
–અર્થ ૬, એનાક્ષીમાક્ષર, પૃ. ૬-૮. २ तहियाणं तु भावाणं सब्भावे उवएसणं । भावेण सद्दहंतस्स सम्मत्तं तं वियाहियं ।।
-૩. ૨૮, ૧૫. तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् ।
–ત. સૂ. ૧. ૨. તથા જુઓ – પૃ. ૧૮૮, પા. ટિ. ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org