________________
૧૩૮
ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન સુખના સાધનભૂત કામોપભોગોને પ્રાપ્ત કરી લેવામાં આવે તો પણ તેની રક્ષા કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે કારણ કે તે ચંચળ સ્વભાવના હોવાથી સારી રીતે સાચવવામાં આવે તો પણ ઈચ્છાવિરૂદ્ધ છોડીને અન્યત્ર જતાં રહે છે જેમ કે પત્ર, ફળ વગેરેથી રહિત વૃક્ષને પક્ષીગણ છોડીને જતાં રહે છે. આવી પરિસ્થિતિમાં સંસારના વિષય-ભોગોને સુખનાં સાધન કેવી રીતે માની શકાય? તેને તો દુઃખની ખાણ જ કહેવી જોઈએ. વિષય-ભોગ સંબંધી ઈચ્છાઓ અનંત અને ન પૂરી શકાય એવી છે. આ કારણે, વાસ્તવિક સુખની કલ્પના કરવી એ માત્ર મનને સંતોષ દેવા બરાબર છે.
જેમને વાસ્તવિકતાનું જ્ઞાન નથી તેઓ જ આ સાંસારિક સુખોને પ્રિય ગણે છે. આ ઉપરાંત, તેઓ અનેક પ્રકારની હિંસાદિ ક્રિયાઓ કરી, માટીને એકઠી કરનાર શિશુનાગ (અળસિયું-દ્વિત્રિય જીવ)ની જેમ મન, વચન, કાયાથી ભોગોમાં મૂર્ણિત થઈને ઈહલોક અને પરલોક સંબંધી દુ:ખોના કારણભૂત
१ अच्चेइ कालो तरन्ति राइओ न यावि भोगा पुरिसाण णिच्चा ।
उविच्च भोगा पुरिसं चयन्ति दुमं जहा खीणफलं व पक्खी ।
–૩. ૧૩. ૩૧.
इमे य बद्धा फन्दन्ति मम हस्थज्जमागया ।
–૩. ૧૪. ૪૫.
२ इमे सरीरं अणिच्चं असुइं असुइ संभवं ।
असासयावासमिणं दुक्खकेसाण भायणं ।।
–૩. ૧૯, ૧૩.
તથા જુઓ - ઉ. ૧૯. ૯૯, ૧૦-૩. खणमित्तसुक्खा बहुकालदुक्खा पगामदुक्खा अणिगामसुक्खा । संसारमाक्खस्स विपक्खभूया खाणी अणत्याण उ कामभोगा ।।
–૩. ૧૪. ૧૩.
3 हिंसे वाले मुसावाई माइले पिसुणे सढे ।
भुंजयाणो सुरं मंसं सेयमेयं ति मत्रइ ।।
–૩. ૫. ૯.
તથા જુઓ - ઉ. ૫. પ-૮, ૯, ૧૧, ૧૩. ૧૭, ૧૪. ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org