________________
૩૬૨
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
સમાધિસ્થ વિદ્વાનોને ઇચ્છાપૂર્વક (સકામ) થાય છે તથા તેઓ મૃત્યુ સમયે પણ અન્ય સમયે હોય એવા પ્રસન્ન જ રહે છે. રોગાદિ કે અન્ય કોઈ ઉપસર્ગ (આપત્તિ) આવતાં તેઓ પોતાના કર્તવ્યપથ ઉપરથી વિચલિત થતા નથી અને કોઈ પ્રકારના કષ્ટથી દુઃખી થતાં નથી. આમ પંડિતમરા (સલ્લેખના)નો અર્થ આ પ્રમાણે છે-મૃત્યુને નજીક આવેલ જાણી પ્રસન્નતાપૂર્વક બધા પ્રકારના આહારનો ત્યાગ કરી આત્માનું ધ્યાન કરતાં કરતાં મૃત્યુનું સ્વાગત કરવું. આ પંડિત મરણ યાવત્કાલિક અનશનતાપૂર્વક થાય છે.
સમાધિમરણ આત્મહનન નથી આ પ્રકારના મરણાને આત્મહત્યા ન કહી શકાય કારણ કે આ તો મૃત્યુ કે અન્ય કોઈ દુઃસાધ્ય આપત્તિ આવી પડતાં પ્રસન્નતાપૂર્વક શરીર ત્યાગ કરવાની પ્રક્રિયા છે. આ એક પ્રકારનું શુભ-ધ્યાન (ધર્મ કે શુકલધ્યાન) છે. જો પ્રસન્નતાપૂર્વક મૃત્યુનું સ્વાગત નહીં કરવામાં આવે તો મૃત્યુનો ભય સમજાશે જેથી અશુભધ્યાન (આર્ત અને રૌદ્ર ધ્યાન)ની પ્રાપ્તિ થશે અને તે તો દુર્ગતિનું કારણ છે. તેથી સાધુના આહાર ન કરવાનાં કારણોમાં એક કારણ તરીકે સલ્લેખનાને પણ ગણાવવામાં આવ્યું છે. સાધુ અને ગૃહસ્થ બંનેને આ પ્રકારના મરણનો સ્વીકાર કરવા માટે કહેવામાં આવ્યું છે. જો ભય કે દુઃખ વગેરેથી પ્રેરિત થઈ આહારત્યાગ કરવામાં આવશે તો તે સમાધિમરણ (સલ્લેખના) ન કહેવાતાં આત્મહનન કહેવાશે.
૧ મરપિ..વિપસમાધાવે !
૩. ૫. ૧૮.
न संतसंति मरणंते सीलवंता वहुस्सुया ।
–૩. ૫. ર૯.
તથા જુઓ ઉ. ૫. ૩૧. २ न इमं सव्वेसु भिक्खूसु न इमं सब्बेसु गारिसु ।
–૩. ૫. ૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org