________________
[૧૨]
હું આ ગ્રંથ પૂર્ણ છે એવો દાવો કરતો નથી. જો આ ગ્રંથથી પાઠકોને થોડો પણ લાભ થાય તો હું મારા પરિશ્રમને સફળ માનીશ.
અંતમાં, જેમણે પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષરૂપે મને પ્રોત્સાહિત કર્યો છે તે બધા સકનો પ્રત્યે આભાર પ્રકટ કરવો એ મારું કર્તવ્ય છે એમ સમજું છું. આ સાથે હું પ્રસ્તુત પ્રબંધ લખવામાં મને મદદ કરી છે તે બધા ગ્રંથો, ગ્રંથકારો તથા ગ્રંથસંપાદકોનો આભારી છું. સર્વપ્રથમ હું શ્રદ્ધેય પૂજ્ય ગુરુવર્ય ડૉ. સિદ્ધેશ્વર ભટ્ટાચાર્યનો આભારી છું. એમણે પોતાનો બહુમૂલ્ય સમય ફાળવી, માર્ગદર્શન વગેરે આપી આ પ્રબંધને આ સ્વરૂપે પ્રસ્તુત કરવા યોગ્ય બનાવ્યો. ત્યારબાદ પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ-સંસ્થાનના અધ્યક્ષ ડૉ. મોહનલાલ મહેતા કે જેમણે પ્રસ્તુત પ્રબંધના સંપાદનમાં બહુમૂલ્ય યોગદાન આપેલ છે તેમનો આભારી છું. પ્રબંધલેખનના સમયે આર્થિક, પુસ્તકીય અને આવાસીય સુવિધાઓ આપનાર પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન તથા સ્યાદવાદ મહાવિદ્યાલય તથા ત્યાંના સર્વે પદાધિકારીઓનો પણ હું આભારી છું. પં. દલસુખભાઈ માલવણિયા તથા ડૉ. નથમલ ટાટિયાનો પ્રસ્તુત પ્રબંધનું પરીક્ષણ કરી બહુમૂલ્ય સૂચનો આપવા બદલ હું આભારી છું.
સુદર્શનલાલ જૈન પ્રાધ્યાપક, સંસ્કૃત-પાલિ વિભાગ
કાશી વિશ્વવિદ્યાલય
વારાણસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org