________________
Sત્રય
૨૩૧
ગ્રહણ કરવાં. જ્યારે અહિંસાદિ નૈતિક-વતોને ફરીથી ગ્રહણ કરવામાં આવે છે ત્યારે તેનું વિશેષ સાવધાનીથી પાલન કરવું પડે છે, તેમાં સાધક પ્રથમ ગ્રહણ કરેલ વ્રતોનું છેદન કરી પુનઃ ઉપસ્થાપના કરે છે. માટે તેને છેદોપસ્થાપના ચારિત્ર કહેવામાં આવે છે. આ સદાચારની બીજી અવસ્થા છે.
૩ પરિહારવિશુદ્ધિચારિત્ર એક વિશિષ્ટ પ્રકારના તપશ્ચરણ દ્વારા આત્માની વિશેષ શુદ્ધિ કરવી એને પરિહારવિશુદ્ધિ ચારિત્ર કહેવામાં આવે છે. ચારિત્ર તાપ્રધાન હોવાથી આ પરિહારવિશુદ્ધિ ચારિત્રને સ્વીકારવામાં આવેલ છે. આ ચારિત્રની ત્રીજી અવસ્થા છે.
૪ સૂક્ષ્મસંપરાય ચારિત્ર : આ ચારિત્રની ચતુર્થ અવસ્થા છે. આ અવસ્થા સુધી પહોંચતાં સાધકને સાંસારિક વિષયો પ્રત્યે બહુ જ સ્વલ્પ રાગ-બુદ્ધિ રહે છે અને બધા કષાય શાંત પડે છે. સૂક્ષ્મ સંપરાયનો અર્થ “સ્વભેચ્છાની ધારા વહેતી રહેવી' એવો થાય છે. અર્થાત્ આ અવસ્થામાં સ્વલ્પ રાગની ધારા ચાલુ રહેતી હોવાથી કર્મોનું થોડું થોડું અસ્તિત્વ ટકી રહે છે.
૫ યથાપ્યાત ચારિત્ર : આ ચારિત્રની અંતિમ અવસ્થા છે. જ્યારે સ્વલ્પરાગનો પણ અભાવ થઈ જાય છે ત્યારે આ પ્રકારના ચારિત્રની પ્રાપ્તિ થાય છે. અહીં રાગનો અભાવ એટલે સર્વથા તેનો ક્ષય થાય છે એમ માનવાનું નથી પરંતુ, તેની ઉપશાન્ત અવસ્થા પણ સમજવાની છે. તેથી આ ચારિત્રને ધારનાર સર્વજ્ઞ
૧ તપની વિધિ : જ્યારે કોઈ નવ સાધુઓ કોઈ એક તપને સાથે મળીને ૧૮
માસ સુધી કરે છે ત્યારે તેમાંથી ચાર સાધુઓ છ માસ સુધી તપ કરે છે, અન્ય ચાર તેની સેવા કરે છે તથા બાકીનો એક સાધુ નિરીક્ષક (વામનાચાર્ય) થાય છે. છ માસ પછી સેવા કરનાર ચારેય સાધુ તપ કરે છે અને તપ કરનારા ચારેય સાધુઓ તેની સેવા કરે છે. આમ પુનઃ છ માસ વીતી જતાં વામનાચાર્ય છ માસ સુધી તપ કરે છે તથા અન્ય આઠ સાધુઓમાંથી કોઈ એક વામનાચાર્ય બની જાય છે અને બાકીના બધા તેની સેવા કરે છે. આમ આ અઢાર માસના તપની એક વિધિ છે.
જુઓ - ઉ. પા. ટિ. પૃ. ૧ર૪૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org