________________
૫૭
સુથાર, મેચીના કુળમાં જન્મેલે પિતાને મોચી, રંગરેજ જાતિમાં જન્મેલે રંગરેજ, માળીની જાતિમાં જન્મેલા પિતાને માળી માની રહ્યો છે. તેમ જે જે કુળમાં પિતે ઉત્પન્ન થયો છે તે તે કુળરૂપ પિતાને માની રહ્યો છે.
શરીરની જે જે અવસ્થાઓ હોય છે તે અવસ્થાએ પિતાની છે, એ ઘોર અજ્ઞાન-અંધકાર છવાઈ રહ્યો છે. શરીરના મેહમાં એટલે ઉન્મત્ત છે કે રાતદિવસ શરીરની જ સેવા કરે છે. સવારથી સાંજ પડે અને સાજથી સવાર થાય તેમાં શરીરની રક્ષા અને શરીરના શૃંગારનું જ ધ્યાન રહે છે. શરીરને સાફ કરવું છે, તેને ધેવું છે, તેને કપડાં પહેરાવવાં છે, તેને ચદન લગાડવું છે, તેને આહાર કરાવે છે, તેને કસરત કરાવવી છે, તેને પરિશ્રમ પડે છે, તેને આરામ આપે છે, તેને સુવાડવું છે, તેને આભૂષણ પહેરાવવાં છે, તેને વાહનમાં બેસાડવું છે, તેને માટે દ્રવ્ય કમાવું છે, તેને સુખ આપનાર સ્ત્રી, નેકર, ચાકરની રક્ષા કરવી છે, તેના વિરોધી શત્રુઓને સંહાર કરે છે, આ બધી ધૂનમા એટલે મસ્ત છે, મગ્ન છે કે એને પિતાના આત્માને જાણવાની કે સમજવાની ફુરસદ પણ મળતી નથી.
જે શરીરના મેહમાં પિતાના આત્માને ભૂલી કાર્યો કર્યા કરે છે તે શરીર જીર્ણ થતાં થતાં, બાલ્ય અવસ્થામાં કે યુવાન વયમાં આયુકર્મ પૂર્ણ થતાં દેહ છૂટવાને અવસરે મહા વિલાપ કરે છે, “હું મર્યો, હું મર્યો, મારા મિત્રોથી છૂટો પડ્યો, મારું ધન ગયું, મારું ઘર ગયું, મારું સર્વસ્વ લુટાઈ ગયું એમ મારું મારુ કરતે મરે છે અને તરત બીજું સ્થૂલ શરીર પ્રાપ્ત કરી લે છે.
જેની સંગતિથી આ જીવ ગાડો થઈ રહ્યો છે તે શરીરને સ્વભાવ શું છે? તેને જે વિચાર કરવામાં આવે, વિવેકબુદ્ધિથી એ • વાતનું મનન કરવામાં આવે તે વિદિત થશે કે શરીરને સ્વભાવ