________________
૪૦૯
કેઈ નથી એવો ભય ન રાખતાં અરિહંતાદિ પાંચ પરમેષ્ઠીના શરણને જ મોટી રક્ષા સમજે છે.
(૫) અગત ભય–સમ્યકત્વી એવા ભાવ કરતા નથી કે જો મારે માલ કે સરસામાન ચોરાઈ જશે તે શું થશે? તે પિતાના માલની રક્ષાને પૂર્ણ યત્ન કરીને નિશ્ચિત રહે છે અને ભવિષ્યનો વિચાર પિતાના કર્મ ઉપર છોડી દે છે. તે જાણે છે કે જો તીવ્ર અસાતા વેદનીયને ઉદય આવી જશે તે લક્ષ્મી જતી રહેવામાં વાર નહિ લાગે. પુણ્યદયથી કાયમ રહેશે.
(૬) મરણ ભય–સમ્યફવીને મરણને ભય હેતો નથી. તે મરણને કપડું બદલવાની માફક સમજે છે. આત્માનું મરણ કદી થતું નથી, હું અજર અમર છું એવો દઢ વિશ્વાસ તેને મરણના ભયથી દૂર રાખે છે, તે જગમાં વીર યોદ્ધાની માફક વર્તન કરે છે.
() અકસ્માત ભય–તે પિતાની શક્તિ અનુસાર રહેવાનાં બેસવાનાં, આવવાનાં કે જવાનાં સાધનેને સંભાળીને કામમાં લે છે. એમ ભય નથી રાખતા કે અકસ્માત (છાપરુ) છત પડી જશે તે શું થશે? ધરતીકંપ થશે તે શું થશે ? એવો ભય રાખતા નથી. પ્રયત્ન કરતાં છતાં કઈ બની જાય તેને ભાવી કે કર્મોદય ઉપર છેડી દે છે, અકસ્માતને વિચાર કરીને ભયભીત થતા નથી.
(૨) નિ કાંક્ષિત અગઃ–સમ્યફી સંસારનાં ઇન્દ્રિયજનિત સુખમાં સુખપણની શ્રદ્ધા રાખતા નથી. તે એવાં સુખને પરાધીન, દુઃખનાં મૂળ, આકુલતામય, તૃષ્ણવર્ધક અને પાપકર્મબંધક જાણે છે.
(૩) નિર્વિચિકિત્સા અંગ–સમ્યકત્વી દરેક પદાર્થના સ્વરૂપને વિચારીને કે પ્રત્યે ગ્લાનિભાવ રાખતા નથી. દુખી, દરિદ્રી, રોગી પ્રાણિ ઉપર દયાભાવ રાખીને તેમની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરીને તેમને કલેશ મટાડે છે, મલિનને દેખીને કે મને દેખીને ગ્લાનિભાવ કરતા નથી. મલિનને સ્વચ્છ રહેવાનાં યથાશક્તિ સાધન