________________
૪૮૨
અઢાર દેષ રહિત એવા અરહંત દેવને નમસ્કાર કરું છું, પરિગ્રહને ગ્રહણ કરતા નથી એવા નિગ્રંથ સદ્ગુરુને નમસ્કાર કરું છું, પાપરૂપ પર્વતને ભેદવાને ઉત્તમ વજસમાન એવા દયાધર્મને નમસ્કાર કરું છું, સ્યાદ્વાદ ગતિ ચંદ્રસમાન અમૃતભરી જિનેશ્વરની વાણીને નમસ્કાર કરું છું, છ દ્રવ્ય અને સાત તત્ત્વની શ્રદ્ધા તેને વ્યવહારથી સમ્યકત્વ કહ્યું છે. દેવ ધરમ ગુરુ અને શાસ્ત્રોએ જેની પ્રશંસા કરી છે એવું વિશુદ્ધ આત્મદ્રવ્ય તે નિશ્ચય સમક્તિ છે.
સવૈયા-૩૧, જીવ જૈસા ભાવ કરે તૈસા કર્મબંધ પરે,
તીવ્ર મધ્ય મંદ ભેદ લીને વિસ્તાર, બધે જૈસા ઉદય આવે તૈસા ભાવ ઉપજાવે,
તૈસો ફિર બધે કિમ છૂટત સંસારસે, ભાવ સારુ બધ હાય બધ સારુ ઉદય જોય,
ઉદયભાવ ભવભંગી સાધી બટવાર, તીવ્ર મંદ ઉદે તીવ્રભાવ મૂઢ ધારત હૈ,
તીવ્ર મંદ ઉદે મદભાવ હે વિચારસ. ૩૯
જીવ જેવા ભાવ કરે છે તેવા તીવ, મદ કે મધ્યમ ભેટવાળા વિસ્તારથી કર્મ બંધ પડે છે. જેવો બંધ થાય છે તે ઉદય આવે છે અને ત્યારે તેવા ભાવ ઉત્પન્ન કરે છે, તેથી તે ફરી બંધ થાય છે તે સંસારથી કેમ છૂટાય? ભાવ અનુસાર બંધ થાય છે, બધ પ્રમાણે ઉદય થ ય છે, ઉદયભાવ સંસાર પરંપરાને વધારે છે. તીવ્ર કે મદ ઉદયમાં મૂઢમતિ એ અજ્ઞાની જીવ તીવભાવ કરે છે, પણ વિચારવાની તીવ્ર કે મદ ઉદયમાં વિચારથી મદભાવ થાય છે.
કવિત્ત, જીવાદિક ભાવનકી સરધા, સો સમ્યક નિજરૂપ નિહાર જા વિન મિથ્યા જ્ઞાન હેત હૈ, જા વિન ચારિત મિથ્યા ધાર.