________________
૪૯૭
પાણીની વૃદ્ધિ કરવામાં આવે છે, તેમ તેનામાં (બાળકમાં) જ્ઞાન ક્યાંક બહારથી લાવી એકઠું કરવાથી જ્ઞાનની વૃદ્ધિ કરવામાં આવતી નથી. જ્ઞાન એક અદ્ભુત ગુણ છે કે જે કઈ કઈને આપી શકતો નથી કે કઈ કઈ પાસેથી લઈ શકતા નથી. જો કે લેકવ્યવહારમાં એવું કહેવાય છે કે અમુક આચાયે પિતાના શિષ્યોને બહુ જ્ઞાન આપ્યું અથવા શિષ્ય આચાર્ય પાસેથી ઘણું જ્ઞાન મેળવ્યું, પરતુ એમ કહેવું કેવળ વ્યવહાર માત્ર છે. વસ્તુતાએ અસત્ય છે. જે આચાર્ય જ્ઞાન દેતા હોય તે તેમનું જ્ઞાન ઘટે ત્યારે શિષ્યનું જ્ઞાન વધે, પણ તેમ થતું નથી.
આચાચે જ્યારથી શિષ્યને ભણાવવાને આરંભ કર્યો અને દશ વર્ષ સુધી ભણાવ્યો ત્યાં સુધી જે કંઈ ભણવ્યુ, સમજાવ્યું, બતાવ્યું તે સર્વ જ્ઞાન આચાર્યમાં બરાબર સ્થિર રહ્યું એટલું જ નહિ પરંતુ સમજાવતા સમજાવતાં, બતાવતાં બતાવતા આચાર્યનું જ્ઞાન પણ વધતું ગયું અને ભણનાર શિષ્યનું જ્ઞાન પણ વધતું ગયું. જો કે દેવ લેવાને શબ્દને વ્યવહાર છે પણ લેણદેણુ કાઈ થઈ નહિ, અને પરિણામે હતા અને પ્રાપ્તકર્તા બનેમાં જ્ઞાન વધી ગયું. એમ કેમ થયુ? એક તરફ જ્ઞાન વધ્યું ત્યારે બીજી તરફ ઘણું કેમ નહિ?
તેને સીધે ઉત્તર એ છે કે જ્ઞાનને સદા વિકાસ કે પ્રકાશ થાય છે, ગુરુના સમજાવવાથી અને પુસ્તકોના અભ્યાસથી એટલે જેટલે અજ્ઞાનને પડદે ખસે છે, એટલે જેટલો જ્ઞાનાવરણ કર્મને ક્ષપશમ થતો જાય છે તેટલું તેટલું જ્ઞાન અધિક અધિક પ્રકાશનું જાય છે. એમ પણ જગતમાં કહેવાને વ્યવહાર છે કે એણે જ્ઞાનની બહુ ઉન્નતિ કરી, બહુ નિર્મલતા કરી, બહુ વિકાસ કર્યો. ઉન્નતિ કે વિકાસ શબ્દ ત્યાં ત્યાં વપરાય છે કે જ્યાં શક્તિ તે હેય પણ વ્યક્તિ ન હેય. વ્યકત થવું તેને જ પ્રકાશ કે વિકાસ કહે છે. સર્વને પ્રકાશ થયે અથવા વિકાસ થયે એમ કહેવાય છે, અર્થાત સૂર્યમાં
તર