________________
૫૦૬
(૮) અનિલવ–આપણને શાસ્ત્રજ્ઞાન હોય છે તે છૂપાવવું જોઈએ. નહિ. કેઈ સમજવા ચાહે તે સમજાવવું જોઈએ. જે ગુરુથી જ્ઞાન મળ્યું હોય તેમનું નામ છુપાવવું ન જોઈએ. આ પ્રમાણે જે આઠ અગાને પાળતાં છતાં શાસ્ત્રોનું મનન કરે છે તે વ્યવહાર સમ્યજ્ઞાનનું સેવન કરતો હોવાથી આત્મજ્ઞાનરૂપી નિકાય સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે.
જ્ઞાનના આઠ ભેદ-જે કે જ્ઞાન એક જ છે. તે આત્માને સ્વભાવ છે. જેમ સૂર્યના પ્રકાશમાં કઈ ભેદ નથી તેમ જ્ઞાનમાં ઈ ભેદ નથી. તથાપિ સૂર્યની ઉપર ઘણાં વાદળાં આવી જાય તો પ્રકાશ ઓછો પડે છે, વાદળાં તેથી થોડા હેય તે કંઈક પ્રકાશ વધારે પ્રગટે છે, તેથી અધિક ઓછાં વાદળાં હોય તો તેથી અધિક પ્રકાશ ઝળકે છે, તેથી પણ અધિક ઓછાં વાદળાં હોય છે તેથી પણ અધિક પ્રકાશ પ્રગટે છે. બિલકુલ વાદળાં ન હોય તે પૂર્ણ પ્રકાશ પ્રગટ થાય છે. એવી રીતે વાદળાંનાં ચેડાં કે વધારે આવરણના કારણે સૂર્યના પ્રકાશના પાંચ ભેદ થઈ શકે છે. તથા તેથી પણ સક્સ વિચાર કરીએ તો સૂર્ય પ્રકાશના અનેક ભેદ થઈ શકે તેવી રીતે જ્ઞાનાવરણ કર્મના પશમ કે ક્ષય અનુસાર જ્ઞાનના મુખ્ય પાંચ ભેદ થઈ ગયા છે—મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિનાન, મન:પર્યયજ્ઞાન તથા કેવલજ્ઞાન. મતિ, ચુત, અવધિ એ ત્રણ જ્ઞાન જ્યારે મિશ્યાદષ્ટિને હેાય છે ત્યારે કુમતિ, કુશ્રુત, કુઅવધિ કહેવાય છે; સમ્યગ્દષ્ટિને તે મતિ, શ્રુત, અવધિ કહેવાય છે. આવી રીતે ત્રણ કુનાન સાથે જ્ઞાનના આઠ ભેદ થાય છે.
મતિજ્ઞાન પાંચ ઈન્દ્રિય તથા મનદ્વારા સીધે કઈ પદાર્થ જાણ તે મતિજ્ઞાન છે. જેમકે સ્પર્શનેંવ્યિથી સ્પર્શ કરીને કેઈ પદાર્થને ઠંડ, ગરમ, લૂખે, ચીકણો, નરમ, કઠણ, હલકે, ભારે જાણો, રસના (જિહા) ઈન્દ્રિયથી રસના દ્વારા ચાખવા યોગ્ય પદાર્થને