________________
પર૩
णाणं अप्पत्ति मदं, वहदि णाणं विणा ण अप्पाणं । तम्हा णाणं अप्पा अप्पा णाणं व अण्णं वा ॥ २७-१॥
જ્ઞાનગુણને આત્મા જ કહ્યો છે. આત્માને છોડીને જ્ઞાનગુણ બીજે કયાંય રહેતું નથી, એટલા માટે જ્ઞાનગુણ છવરૂપ છે. અને જીવ જ્ઞાનસ્વરૂ૫ છે, તે પણ ગુણ ગુણના ભેદની અપેક્ષાએ નામાદિ ભેદથી જ્ઞાન અન્ય છે આત્મા અન્ય છે પરંતુ પ્રદેશભેદ નથી. જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાન સર્વાગે વ્યાપેલું છે.
णाणी णाणसहावो अत्था णेयापगा हि णाणिस्सा ख्वाणि व चक्खूणं णेवण्णोण्णेसु वटुंति ॥ २८-१॥
જ્ઞાની આત્મા જ્ઞાનસ્વભાવને રાખવાવાળા છે. સર્વ પદાર્થ તે જ્ઞાનીને યરૂપ છે, એટલે જ્ઞાન દ્વારા જણાવાયેગ્ય છે. આંખ જેવી રીતે રૂપી પદાર્થોને જાણે છે તેવી રીતે તે જ્ઞાની રેય પદાર્થોને જાણે છે. આંખ પદાર્થોમાં જતી નથી, પદાર્થો આંખમાં પ્રવેશ કરતા નથી તેવી રીતે કેવલજ્ઞાનીનું જ્ઞાન 3ય પદાર્થોમાં જતું નથી, ગેય પદાર્થો જ્ઞાનમાં આવીને પ્રવેશ કરી જતા નથી, આત્મા પિતાને સ્થાને છે. પદાર્થ પિતાના સ્થાન ઉપર રહે છે. સાયક સંબંધથી આત્માનું શુદ્ધ જ્ઞાન સર્વય પદાર્થોને જાણી લે છે.
गेण्हदि णेव ण मुंचदि, ण परं परिणमदि केवली भगवं । पेच्छदि समंतदो सो, जाणदि सव्वं णिरवसेसं ॥ ३२-१॥
કેવલજ્ઞાની, સર્વદેવ યરૂપ પર પદાર્થોને નથી ગ્રહણ કરતા, કે નથી છોડતા, અથવા નથી તે રૂપ બદલાઈ જતા. તે ભગવાન સર્વ પદાર્થોને સર્વાગ પૂર્ણ રૂપથી માત્ર દેખે છે, જાણે છે. કોઈ પર રાગદ્વેષ કરતા નથી. જેમ આંખ ફક્ત દેખે છે પણ કાંઈપણ ગ્રહણ કરતી નથી તેમ કાંઈપણ ત્યાગતી નથી. તેમ ભગવાન, સર્વજ્ઞ વીતરાગતાપૂર્વક સર્વને જાણે દેખે છે.
तकालिगेव सव्वे, सदसन्भूदा हि पजया तासि । वट्टते ते णाणे, विसेसदो दव्वजादीणं ।। ३७-१ ॥