________________
આચાર્ય શિષ્યોને ચારિત્ર પાળવાને ઉપદેશ દે છે. ભિક્ષાથી ભજન કર, વનમાં વાસ કર, થોડું જમ, દુબેને સહન કર, નિદ્રાને જય કર, મૈત્રી અને વૈરાગ્ય ભાવનાને ભલે પ્રકાર વિચાર કર, લેક વ્યવહાર ન કર, એકાકી (એકલો) રહે, ધ્યાનમાં એકાગ્રચિત્ત થા, આરંભરહિત થા, કષાયરૂપી પરિગ્રહને ત્યાગ કર, પુરુષાયુક્ત થા, અસંગ રહે, અર્થાત નિર્મોહી કે આત્મસ્થ રહે.
थोवलि सिक्खिदे जिणइ बहुसुदं जो चरित्तसंपुण्णो । जो पुण चरित्तहीणो किं तस्स सुदेण वहुएण ||६||
અલ્પ શાસ્ત્રજ્ઞાન સહિત હોય પણ ચારિત્રપૂર્ણ હોય છે તે અત્યંત શાસ્ત્રજ્ઞાન સહિત હેય પણ ચારિત્રથી રહિત હોય તેને જીતે છે કેમકે તે સંસારને જ્ય કરે છે. જે ચારિત્ર રહિત છે, તેને બહુ શાસ્ત્રોના જ્ઞાનથી પણ શું લાભ છે? મુખ્ય સાચા સુખનું સાધન આત્માનુભવ છે.
सव्वं पि हु सुदणाणं सुठु सुगुणिदं पि सुठु पढिदं पि । समणं भट्टचरित्तं ण हु सक्को सुगई णेढे ॥१४॥ जदि पडदि दीवहत्थो अवडे किं कुणदि तस्स सो दीवो। जदि सिक्खिऊण अणयं करेदि किं तस्स सिक्खफलं ॥१५॥
કદી કઈ સાધુ સર્વ શાને સારી રીતે ભણી ગયેલ હોય તે સર્વ શાસ્ત્રોનું સારી રીતે મનન કરતે હોય તે પણ જે તે ચારિત્રથી ભ્રષ્ટ હોય તે તે જ્ઞાન તેને સુગતિ પ્રાપ્ત કરાવી શકતું નથી. જે કઈ દીપકને હાથમાં લઈને પણ કુમાર્ગે ચાલ્યો જાય અને કુવામાં પડી જાય તો તેનું દીપકનું રાખવું નિષ્ફળ છે તેવી જ રીતે જે શાને શીખીને પણ ચારિત્રને ભંગ કરે તેને શાસ્ત્ર જાણ્યાનું કંઈ ફળ મળ્યું નહીં.
णो कप्पदि विरदाणं विरदीणमुवासयहि चिढेहूँ । तत्थ णिसेजउवट्टणसज्झायाहारवोसरणे ॥६॥