________________
૬૫
अहिंसा भूतानां जगति विदितं ब्रह्म परमं
न सातत्रारम्भोत्यणुरपि च यत्राश्रमविधौ । ततस्तत्सिद्धयर्थ परमकरुणो ग्रन्थमुभयं
भयानेवात्याक्षीन्न च विकृतवेषोपधिरतः ॥११९॥ સર્વ પ્રાણીઓ ઉપર અહિંસામયી ભાવને જગતમાં પરમ બ્રહ્મભાવ કહે છે. જે આશ્રમવિધિમાં જરા પણ આરંભ છે ત્યાં અહિંસા રહેતી નથી. માટે હે નેમિનાથ ! આપ મહા યાળુ પ્રભુએ અહિં સાને માટે જ બાહ્ય અત્યંતર પરિગ્રહને ત્યાગી દીધો અને આપ વિકારી તેમાં અને ઉપાધિ (સાધન-સામગ્રી) માં રક્ત ન થયા,
(૧૪) શ્રી સમતભદ્રાચાર્ય રત્નકરંડશ્રાવકાચારમાં કહે છે – मोहतिमिरापहरणे दर्शनलाभादवाप्तसंज्ञानः । रागद्वेषनिवृत्त्यै चरणं प्रतिपद्यते साधुः ॥४७॥
મિથ્યાદર્શનરૂપ અંધકાર મટવાથી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનને લાભ થતાં સાધુ રાગદ્વેષને દૂર કરવાને માટે ચારિત્રને પાળે છે. हिंसानृतचौर्येभ्यो मैथुनसेवापरिग्रहाभ्यां च ।। पापप्रणालिकाभ्यो विरतिः संज्ञस्य चारित्रम् ॥४९॥ .
પાપકર્મને આવવાનાં દ્વાર પાંચ અશુભ કર્મની સેવા છે– હિસા, અસત્ય, ચેરી, કુશીલ અને પરિગ્રહ. એનો ત્યાગ કરે એ સમજ્ઞાનીનું ચારિત્ર છે.
सकलं विकलं चरणं तत्सकलं सर्वसङ्गविरतानाम् । अनगाराणां विकलं सागाराणां ससङ्गानाम् ।।५०॥
ચારિત્ર બે પ્રકારનું છે. સફલ અને વિકલ. સર્વ સંગથી રહિત એવા સાધુઓને માટે સકલ ચારિત્ર છે અથવા મહાવ્રત છે. સંગ સહિત ગૃહસ્થોને માટે વિકલ ચારિત્ર અથવા અણુવ્રતરૂપ ચારિત્ર છે.