________________
ભ્રાંતિની રીતિને પરિહરી, પરમ તત્વરૂપ એવું પિતાનું સહજ આત્મસ્વરૂપ તેની સાથે પ્રીતિ થઈ. ધર્મની વાત જાણું વારંવાર તેનું ધ્યાન કર્યું, વીતરાગની વાણીને સર્વોત્કૃષ્ટ જાણી તેને હદયમાં સારી રીતે ગ્રહણ કરી અને તે જ સંપૂર્ણ સત્ય છે એમ નિશ્ચયપણે હૃદયમાં સ્થિર કરી. પોતાના અક્ષય નિધિની ઓળખાણ થઈ, ત્યારે આત્મા બ્રહ્મજ્ઞાની થયા. મેક્ષની નિશાની (જિનમુદ્રા)ને પિતાનામાં ધારણ કરી ભવસ્થિતિને નાશ કર્યો અને કર્મશગુની શક્તિને ક્ષીણ કરી ત્યારે સંસારી આત્મા શુદ્ધ પરમાત્મારૂપ થયે એવી ક્રિયા જેણે કરી તેણે જ કરવા લાગ્યું સર્વ કર્યું,
અન્તિમ મંગળ અને પ્રશસ્તિ મંગલકર અરિહંત પદ, મંગલ સિદ્ધ મહાન મંગલકર આચાર્યપદ, મંગલ પાઠક જાણું. મંગલ મુનિ નિગ્રંથ છે, પંચ પરમ પદ ત્રાણ, ભક્તિ કરે ગુણ ઉર ધરે, પામે નિજ કલ્યાણ સહજ સમાધિ દશામયી, છે આતમ અવિકાર; જ્ઞાન દષ્ટિ સુખ વીર્યમય, પરમ બ્રહ્મ સુખકાર. કર્મ આઠ જ્યાં છે નહીં, નથી શરીર મલિન રાગષ મહાદિની, નહીં વ્યથા, નહિ ક્ષીણ પરમાતમ પરમેશ જિન, પરમ બ્રહ્મ ભગવાન આતમરામ સદા સુખી, ગુણ અનંત ઘુતિમાન. જે જાણે નિજ દ્રવ્યને, શુદ્ધ સિહ સમ સાર; કરે રમણ તલ્લીન થઈ, પામે ગુણ અવિકાર. ૬ આતમજ્ઞાન વિલાસથી, સુખી હેય આ જીવ, ભવ દુખસુખમાં સમ રહે, સમતા લહે અતીવ. હેય ગૃહસ્થી કે મુનિ, જે જાણે અધ્યાત્મ નરભવ તે જ સફળ કરે, ચાખે રસ નિજ આત્મ. ૮