________________
૬૬૬
છે, સુખથી પરિપૂર્ણ કરનાર છે અને પરમ ઉદાર છે, ત્રણ લોકોને તારવાને, આત્માને શુદ્ધ કરવાને અને જ્ઞાનને વિસ્તાર કરવાને માટે એ નમસ્કાર મંત્ર કારણરૂપ છે.
છપય.. દુવિધિ પરિગ્રહ ત્યાગ, ત્યાગ પુનિ પ્રકૃતિ પંચદશ; ગહહિં મહાવ્રત ભાર, લહહિં નિજ સાર શુદ્ધ રસ. ધરહિ સુધ્યાન પ્રધાન, જ્ઞાન અમૃત રસ ચખહિં; સહહિં પરીષહ જેર, વ્રત નિજ નીકે રખહિં; પુનિ ચઢહિ શ્રેણિ ગુણથાન પથ, કેવલ પદ પ્રાપતિ કરહિં. તસ ચરણ કમળ વંદન કરત, પાપ પુ જ પંકતિ હરહિં. ૧૧
બાહ્ય અને અત્યંતર બંને પ્રકારના પરિગ્રહને જે ત્યાગ કરે છે, પંદર પ્રકૃતિને નાશ કરે છે, પાંચ મહાવ્રતના ભારને ગ્રહણ કરે છે, આત્માના સત્કૃષ્ટ શુદ્ધ શાંત રસને અનુભવે છે. ઉત્તમ ધ્યાનને ધ્યાવે છે, જ્ઞાન અમૃત રસને આસ્વાદે છે, પરિષહના જેરને સુદઢપણે સહન કરે છે, પિતાનાં વ્રતને સારી રીતે પાળે છે અને ગુણસ્થાનકરૂપ માર્ગની શ્રેણીએ ચઢીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે એવા પરમપુરુષનાં ચરણકમળને વંદન કરી આપણે પાપપુ જનો ક્ષય કરીએ.
સવૈયા-૩૧ ભરમકી રીતિ ભાની પરમસે પ્રીતિ કાન,
ધરમકી બાત જાની ધ્યાવત ઘરી ઘરી; જિનકી બખાની વાની સેઈ ઉર નીકે આની,
નિચે ઠહરાની દઢ હૈકે ખરી ખરી; નિજ નિધિ પહિચાની તબ ભયૌ બ્રહ્મજ્ઞાની,
શિવકી નિશાની આપમેં ધરી ધરી; ભૌથિતિ વિલાની અરિસત્તા જુ હઠાની,
તબ ભયો શુદ્ધ પ્રાની જિન વસી જે કરી કરી. ૧૨