Book Title: Sahaj Sukh Sadhan
Author(s): Shitalprasad
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ધમી આત્મા મુક્તિપથતે જ મુકત સુખખાણ. ૨૨ આત્મતત્વ જાણ બની જ્ઞાની રહે સદાય; અમદમ આતમ ધ્યાનથી, કર્મબંધ ક્ષય થાય. ૨૩ થાય નિરંજન સિદ્ધ કહ્યુ, પરમાતમ યતિનાથ; નિત્ય સુખી બાધા રહિત, ભરત વિણ જગનાથ. ૨૪ કવિવર શ્રીમદ રાજચન્દ્ર, કીધાં શત અવધાન; ગુર્જર ભૂ ભૂષિત કરી, પ્રગટ કર્યું નિજજ્ઞાન. ૨૫ અભ્યાસી જિનશાસ્ત્રના, અધ્યાતમ રુચિવાન; નિશ્ચયનયના મનનથી પ્રગટ સમ્યગુભાણ, ૨૬ સહજાનંદ વિલાસમાં રત્નત્રય સુખધામ, પામી જન્મ સફળ કર્યો, સ્વરૂપે રમતા રામ, ર૭ દિવ્ય જ્યોતિ નિજ તત્વની, પ્રગટી પરમ ઉદ્દામ; વાણું અમૃતરસસમી, બુધજન મન વિશ્રામ. ૨૮ વ્યવહારે બહુ રાચતા, ક્રિયાકાંડમાં લીન; આતમ લક્ષ લહ્યા વિના, કહે સાધુ સંગ હીન. ૨૮ આત્મ તવ સન્મુખ કર્યા, કર્યો માગ ઉદ્ધાર; નિજાનંદ રસ પાનથી, હર્ષિત અધિક અપાર ૩૦
સ્થાનકવાસી સાધુવર, બહુ વ્યવહાર પ્રવીણ નિશ્ચયપથ જ્ઞાતા નહીં, બાહિર તપમાં લીન. ૩૧ તે શ્રીમદ્ સુફસાયથી, પામ્યા તવ અસંગ; શ્રીમદ્દ શિષ્ય શિરોમણિ, શ્રી લઘુરાજ અભંગ. ૩૨ શ્રીમન્ની પશ્ચાત બહુ, કર્યો પ્રકાશ સ્વતત્ત્વ બહુ જન શિવ મારગ વળ્યા, તજી સ્વકલ્પિત તત્ત્વ. ૩૩ આણંદ પાસ અગાસમાં, આશ્રમ રમ્ય સહાય નામ સનાતન જૈન ત્યાં, દીધું સકલ સુખદાય. ૩૪ શ્રી જિનમદિર ત્યાં વસે, બંને એક જ સ્થાન; ગિંબરી શ્વેતાંબરી, સાધે સૌ કલ્યાણ ૩૫

Page Navigation
1 ... 678 679 680 681 682 683 684 685