________________
દેવપદ ખેલ હાય મંગલસે મેલ હોય,
ઈન્દિનિકી જેલ હેય મેષપથ ગાહિયે, જાકી એસી મહિમા પ્રગટ કહે કૌરપાલ,
તિહુસેક તિહુંકાલ સે તપ સરાહિયે. ૮૨ જેને આદરવાથી મહાન રિદ્ધિની પ્રાપ્તિ થાય છે, મદનના તાપ દૂર થાય છે, કર્મવન બાળી ભસ્મ કરાય છે, વિઘો નાશ પામે છે, દેવો દાસ બને છે, જ્ઞાનને પ્રકાશ થાય છે, ભવ સમુદ્રને પાર પમાય છે, દેવપદમાં રમણતા થાય છે, મંગલકારી મેક્ષદાયક સામગ્રીને મેળાપ થાય છે, ઇન્દ્રિયોને પરાજ્ય થાય છે અને મેક્ષિપંથમાં પ્રવેશ થાય છે ત્રણે લોકમાં અને ત્રણે કાળમાં આવું જેનું માહાગ્ય છે તે તપ, કુમારપાળ કહે છે કે આપણે પ્રશંસવા યોગ્ય છે, પૂરવ કરમ દહૈ; સરવા પદ લહૈ,
ગહે. પુણ્યપંથ ફિર પાપ ન આવના, કરુનાકી કલા જાગે કઠિન કષાય ભાગે
લાગ દાનશીલ તપ સફલ સુહાવના; પાવે ભવસિંધુ તટ ખેલે મોક્ષદાર પટઃ
શર્મ સાધ ધર્મકી ધરા કરે ધાવના, એતે સબ કાજ કરે અલખ અંગ ધરે,
ચેરી ચિદાનંદકી અકેલી એક ભાવના. ૮૬. પૂર્વ કર્મને બાળી ભસ્મ કરે, સર્વજ્ઞ પદને પ્રાપ્ત કરે, પુણ્યપંથને ગ્રહણ કરે, પાપ પ્રવૃત્તિને ત્યાગ કરે, કરુણાની કળા જેથી જાગે, કઠિન કષાય દૂર થાય, દાન શીલ અને તપ સફળ અને સુંદર લાગે, ભવ સમુદ્રને પાર પામે, મેક્ષિકારને પડદે ખાલી દે, સુખને સાધી ધર્મરૂપી પૃથ્વી ઉપરડે, સર્વ કાર્ય કરે અને અલક્ષએવા આત્મસ્વરૂપને ૧. બનારસીદાસના મિત્ર,
--
--