________________
૬૪
તપ કરે છે પરંતુ હે શીતળનાથ ! આપે તો જન્મ જરા રેગને દૂર કરવા માટે મન વચન અને કાયાની પ્રવૃત્તિને રોકીને વીતરાગભાવની પ્રાપ્તિ કરી છે. परिश्रमाम्बुभयवीचिमालिनी
त्वया स्वतृष्णा सरिदार्यशोषिता । असंगधर्मार्कगमस्तितेजसा
परं ततो निर्वृतिधाम तावकम् ।।६८॥ હે અનંતનાથ આરંભ ઉપાધિની આકુળતારૂપ જળથી ભરેલી અને ભયના તરંગેના સમૂહથી યુક્ત એવી તૃષ્ણારૂપી નદીને આપે અસંગ ધર્મ અર્થાત મમત્વ રહિત વીતરાગ ધર્મરૂપી સૂર્યના તેજથી સુકવી દીધી. એટલા માટે આપનું તેજ મેક્ષરૂપ છે. बाह्यं तपः परमदुश्वरमाचरंस्त्व
माध्यामिकस्य तपसः परिवृहणार्थम् । ध्यानं निरस्य कलुपद्वयमुत्तरस्मिन्
ध्यानद्वये ववृतिषेऽतिशयोपपन्ने ।।८।। હે કુંથુનાથ ભગવાન ! આપે આત્મધ્યાનરૂપી અભ્યતર તપની વૃદ્ધિને માટેજ ઉપવાસ આદિ બાહ્ય તપરૂપ બહુ આકરાં આચરણ આચર્યા છે, તથા આત્ત અને રૌદ્ર એ બે ખેટાં ધ્યાનને દૂર કરીને આપે અતિશય સહિત ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં પ્રવૃત્તિ કરી છે. दुरितमलकलंकमष्टकं निरुपमयोगबलेन निर्दहन् । अभवदभवसौख्यवान् भवान् भवतु ममापि भवोपशांतये
I હે મુનિસુવ્રતનાથ! આપે અનુપમ યોગાભ્યાસના બળથી આઠેય કર્મોના મહા મલીન કલંકને બાળી દીધું છે અને આપ મોક્ષસુખના અધિકારી થઈ ગયા છે. આપ મારા પણ સંસારના નાશનું કારણ થાઓ.