________________
૬૨૯
છેપ્રાણી, તું યત્નપૂર્વક ધર્મનું આચરણ કર, મડદા જેવો ન થા. જે મનુષ્યના ચિત્તમાં સાચો ધર્મ છે તેનું જ જીવન સફળ છે. જે ધર્મ આચરનારા છે તે મરણ પામ્યા છતાં અમર છે પરંતુ જે માનવ પાપ આચરનારા છે તે જીવતાં છતા મરેલા સમાન છે.
चित्तसंदूषकः कामस्तथा सद्गतिनाशनः । सद्वृत्तध्वसनश्वासौ कामोऽनर्थपरम्परा ॥१०॥ दोषाणामाकरः कामो गुणानां च विनाशकृत् । पापस्य च निजो बन्धुः परापदां चैव संगमः ॥१०४॥ तस्मात्कुरुतसवृत्तं जिनमार्गरताः सदा । यत्शतखंडितां याति स्मरशल्य सुदुर्धरम् ॥१०२॥
કામભાવ છે તે મનને દૂષિત કરનાર છે, સદગતિને અને સમ્યક્યારિત્રને નાશ કરનાર છે. એ કામ અનર્થની પરમ્પરારૂપ છે દેશને ભડાર છે, ગુણેનો નાશ કરનાર છે, પાપને ખાસ બંધુ છે અને મહાન આપત્તિઓને બોલાવનાર છે. એટલા માટે વીતરાગમાર્ગમાં લીન થઈને સમ્યફચારિત્રનું પાલન કરે છે જેથી અતિ કઠણ એવા કામરૂપી શલ્યના ચૂરેચૂરા થઈ જાય.
उपवासोऽवमोदर्य रसानां त्यजनं तथा । अस्नानसेवनं चैव ताम्बूलस्य च वर्जनम् ॥११५॥ असेवेच्छानिसेधस्तु निरनुस्मरणं तथा । एते हि निर्जरोपाया मदनस्य महारिपोः ॥११६।।
ઉપવાસ કરવો, ઓછા આહાર કર, રસસ્વાદને તજવા, નાન ન કરવું, પાન ન ખાવાં, કામસેવન ન કરવું, કામની ઈચ્છાને રકવી, કામભાવનું સ્મરણ ન કરવું એ સર્વે કામરૂપી મહાશત્રુને નાશ કરવાના ઉપાય છે.
सम्पत्तौ विस्मिता नैव विपत्तो नैव दुःखिताः । महतां लक्षणं ह्येतन्न तु द्रव्यसमागमः ॥१७०॥