________________
૬૩૦
મહાન પુરુષનું લક્ષણ તે એ છે કે સંપત્તિમાં આશ્ચર્ય પામતા નથી અને વિપત્તિ આવી પડે ત્યારે દુખી થતા નથી. માત્ર લક્ષ્મીની જ પ્રાપ્તિ હેવી એ મહાપુરુષનું લક્ષણ નથી.
गृहाचारकवासेऽस्मिन् विपयामिपलोभिनः । सीदंति नरशार्दला बद्धा वान्धवबन्धनैः ।।१८।।
સિંહ સમાન મનુષ્યો પણ બંધુજનરૂપી બધનોથી બંધાએલા ઇન્દ્રિય-વિષ્યરૂપી માંસના લેભી થઈને આ ગૃહસ્થીના કુવાસમાં કષ્ટ પામે છે.
मानस्तंभ दृढं भक्त्वा लोभाहिं च विदार्य वै । मायावल्ली समुत्पाटय क्रोधशत्रु निहन्य च ॥११४|| यथाख्यातं हितं प्राप्य चारित्रं ध्यानतत्परः । कर्मणां प्रक्षयं कृत्वा प्राप्नोति परमं पदम् ॥११५॥
જે કઈ મહાત્મા દઢ માનરૂપી સ્તંભના ચૂરા કરી નાખે છે, ભરૂપી પર્વતને ભેદી નાખે છે, માયારૂપી વેલને ઉખાડીને ફેંકી દે છે, અને ક્રોધશત્રુને મારી નાખે છે, તે ધ્યાનમાં તલ્લીન થઈને પરમ હિતકારી યથાખ્યાત વીતરાગ ચારિત્રને પામીને પરમપદને પ્રાપ્ત કરી લે છે.
परीषहजये शूराः शूराश्चेन्द्रियनिग्रहे । कषायविजये शूरास्ते शूरा गदिता बुधैः ।।२१०
જે મહાત્માઓ પરિષહ જીતવામાં શરા છે, ઇન્દ્રિયોના નિરેધમાં શરા છે, અને કષાયોને પરાજય કરવામાં પરાક્રમી છે, તેમને જ બુદ્ધિમાને એ વીર પુરુષ કહ્યા છે.
समता सर्वभूतेषु यः करोति सुमानसः । ममत्वभावनिर्मुक्तो यात्यसौ पदमव्ययम् ॥२१३॥
જે ઉત્તમ મનવાળા સજજને સર્વ પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખે છે, અને મમતાભાવને છોડી દે છે તે જ અવિનાશી પદને પામે છે.