Book Title: Sahaj Sukh Sadhan
Author(s): Shitalprasad
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 648
________________ ૬૩ર (૨૬) શ્રી શુભચન્દ્રાચાર્ય જ્ઞાનાર્ણવમાં કહે છે – यद्विशुद्धः परं धाम यद्योगिजनजीवितम् । तवृत्तं सर्वसावधपर्युदासैकलक्षणम् ॥१-८॥ આત્માની શુદ્ધતાનું જે ઉત્કૃષ્ટ ધામ છે, યોગીશ્વરનું જે જીવન છે, અને સર્વ પાપથી જે દૂર રાખનાર છે તે સમ્યફચારિત્ર છે. पञ्चव्रतं समिपंच गुप्तित्रयपवित्रितम् ।। श्रीवीरवदनोद्गीर्ण चरणं चन्द्रनिर्मलम् ॥५-८॥ શ્રી વીર ભગવાને, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, અને ત્રણ ગુપ્તિથી પવિત્ર એવું તે પ્રકારે ચન્દ્રમા સમાન નિર્મળ ચરિત્ર કહ્યું છે. निःस्पृहत्वं महत्वं च नैराश्यं दुष्करं तपः । कायक्लेशश्च दानं च हिंसकानामपार्थकम् ॥२०-८॥ જે હિંસક પુરુષ છે તેની નિસ્પૃહતા, મહત્તા, આશારહિતપણું, આકરાં તપ, કાયક્લેશ, અને દાન એ સર્વ ધર્મકાર્ય નિષ્ફળ છે. अहिंसैव जगन्माताऽहिंसैवानन्दपद्धतिः । अहिंसैव गतिः साध्वी श्रीरहिंसैव शाश्वती ॥३२-८॥ अहिंसव शिवं सूते दत्ते च त्रिदिवश्रियं । अहिंसैव हितं कुर्याद्व्यसनानि निरस्यति ॥३३-८॥ અહિંસા જ જગતનું રક્ષણ કરનાર માતા છે, અહિંસા જ આનદની વૃદ્ધિ કરનાર છે. અહિંસા જ ઉત્તમ ગતિ છે, અહિંસા જ અવિનાશી લક્ષ્મી છે, અહિંસા જ મેક્ષિસુખને ઉત્પન્ન કરનાર છે, અહિસા જ સ્વર્ગસંપત્તિને દેનાર છે, અહિંસા જ પરમ હિતકારી છે, અને અહિંસા જ સર્વ આપદાઓનો નાશ કનાર છે. * तप:श्रुतयमज्ञानध्यानदानादिकर्मणां । सत्यशीलवतादीनामहिंसा जननी मता ॥४२-८॥ • તપશ્ચર્યા, શાસ્ત્રજ્ઞાન, મહાવત, આત્મજ્ઞાન, ધર્મધ્યાન અને દાન

Loading...

Page Navigation
1 ... 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685