________________
(૨૦) શ્રી અમિતગતિ આચાર્ય તત્વભાવનામાં કહે છે – कामक्रोधविषादमत्सरमदद्वेषप्रमादादिभिः । शुद्धध्यानविवृद्धिकारिमनसः स्थैर्य यतः क्षिप्यते । काठिन्य परितापदानचतुरैहेम्नो हुताशैरिव । त्याज्या ध्यायविधायिभिस्तत इमे कामादयो दूरतः॥५३।।
કામ, ક્રોધ, વિષાદ, ઈર્ષા, મદ, દ્વેષ, પ્રમાદ આદિ દેથી શુદ્ધ આત્મધ્યાનને વધારનારી મનની સ્થિરતા બગડી જાય છે, જેમ તાપકારી અગ્નિની જ્વાળાઓથી સુવર્ણની કઠિનતા બગડી જાય (ઓગળે). માટે આત્માનું ધ્યાન કરનારાઓએ એ કામાદિ વિકારોને દૂરથી તજી દેવા જોઈએ.
स्वात्मारोपितशीलसंयमभरास्त्यक्तान्यसाहाय्यकाः । कायेनापि विलक्षमाणहृदयाः साहायकं कुर्वता ॥ तप्यंते परदुष्करं गुरुतपस्तत्रापि ये निस्पृहा । जन्मारण्यमतीत्य भूरिभयदं गच्छंति ते निर्वृतिम् ॥८९॥
જે પિતાના આત્મામાં શીલ અને સંયમના ભારને ધારણ કરે છે, પરપદાર્થની સહાયતાને જેણે ત્યાગ કર્યો છે, ધર્મસાધનરૂપ સહાય કરનાર શરીર પ્રત્યે પણ જેને લક્ષ નથી, જેનું મન શરીરથી પણ રાગરહિત છે, તે પણ તેની સહાયતાથી) જે બહુ કઠણ તપ કરે છે પણ તેમાં કેઈ પ્રકારની કામના રાખતા નથી, તે જ આ ભયાનક સંસારવનને પાર પામી મેક્ષમાં ચાલ્યા જાય છે.
पूर्व कर्म करोति दुःखमशुभं सौख्यं शुभं निर्मितम् । विज्ञायेत्यशुभं निहंतुमनसो ये पोषयंते तपः ॥ जायते शमसंयमैकनिधयस्ते दुर्लभा योगिनो । ये त्वत्रोभयकर्मनाशनपरास्तेषां किमत्रोच्यते ॥९॥
પૂર્વે બાંધેલાં અશુભ કર્મ ઉદયમાં આવી દુઃખ ઉપજાવે છે અને શુભ કર્મ સુખ ઉપજાવે છે એમ જાણીને જે મહાત્મા અશુભ