________________
દા
સાધુ ઈર્ષા સમિતિ આદિથી કાર્ય સાવધાનીપૂર્વક કરતો હોવાથી પાપથી લપાતો નથી.
खेत्तस्स वई णयरस्स खाइया अहव होइ पायारो । तह पावस्स गिरोहो ताओ गुत्तीउ साहुस्स ॥१३७॥
જેમ ક્ષેત્રની રક્ષા માટે વડ હેય છે, અને નગરની રક્ષા માટે ખાઈ કે કેટ હોય છે તેમ સાધુને ત્રણ ગુપ્તિ પાપથી બચાવનાર છે
(૧૦) શ્રી વરસ્વામી મૂલાચાર પડાવસ્થામાં કહે છે – सामाइयमि दु कदे समणो इव सावओ हवदि जमा । एदेण कारणेण दु बहुसो सामाइयं कुजा ॥३४॥
સામાયિક જ કરતી વખતે શ્રાવક પણ ખરેખર સંયમી મુનિ સમાન થઈ જાય છે, એટલા માટે સામાયિક બહુવાર કરવું જોઈએ. ”
पोराणय कम्मरयं चरिया रित्तं करेदि जदमाणो।। णवकम्मं ण य बंधदि चरित्तविणओत्ति णादव्वो ॥९॥
જે સચ્ચારિત્ર પાળવાને ઉદ્યમ કરે છે તેને પૂર્વનાં કર્મો ખરી જાય છે અને નવાં કર્મો બંધાતાં નથી. ચારિત્રનું પ્રેમથી પાલન તે જ ચારિત્ર વિનય છે,
(૧૧) શ્રી વરસ્વામી મૂલાચાર અનગારભાવનામાં કહે છે – वसुधम्मि वि विहरंता पीडं ण करेंति कस्सइ कयाई । जीवेसु दयावण्णा माया जह पुत्तमंडेसु ॥३२॥
સાધુજને પૃથ્વી ઉપર વિહાર કરતાં છતાં કોઈને કદી પણ ‘પીડા ઉપજાવતા નથી. જે માતાને પુત્ર પુત્રી આદિ ઉપર પ્રેમ હોય છે, તેવી દયા તે સર્વ જીવો ઉપર રાખે છે.
देहे णिरावियक्खा अप्पाणं दमराई दमेमाणा। .. घिदिपग्गहपग्गहिदा छिदंति भवस्स मूलाई ॥४३॥ .