________________
૫૨૧
સમ્યજ્ઞાનનું ફળ-નિશ્ચયનયથી આત્માને આત્મારૂપજ જાણ તે સમ્યજ્ઞાન છે. જેમ સૂર્ય ઉપર વાદળાં આવી જવાથી પ્રકાશ અતિ અલ્પ પ્રગટ છે, તે પણ સમજુ માણસ જાણે છે કે સૂર્યને પ્રકાશ એટલો જ નથી, એ તે બપોરના સમયે મેધરહિત જેમ પૂર્ણ પ્રકાશમાન રહે છે તે જ છે. વાદળાને લીધે પ્રકાશ ઓછો છે પણ સૂર્યને સ્વભાવ એ નથી. એ જે સૂર્યને મૂળ પ્રકાશ–પૂર્ણ પ્રકાશ તેને ભલે પ્રકારે કોઈ પણ સંશય વિના જાણે છે તે જ સમ્યજ્ઞાની છે. એવી રીતે આપણા આત્મા ઉપર જ્ઞાનાવરણાદિ કર્મોપ વાદળ હેવાથી જ્ઞાનને પ્રકાશ છે અને મલિન થઈ રહ્યો છે. રાગદ્વેષી અજ્ઞાનમય થઈ રહ્યો છે તે પણ આ આત્મા વસ્તુતાએ સર્વજ્ઞ વીતરાગ છે, પૂર્ણ જ્ઞાનાન દમય છે એવું સંશયરહિત, વિપરીતતા રહિત અને અનુષ્યવસાય (આળસ) રહિત જે જાણે છે તે જ સમ્યજ્ઞાની છે.
આત્મા નામનું દ્રવ્ય ગમે તે વૃક્ષમાં હેય ગમે તો કીડીમાં, પતંગમાં, થાનમાં, અશ્વમાં, માનવમાં, નીચમાં, ઊંચમાં, રાજામાં, ટૂંકમાં, નીરોગીમાં, રોગીમાં, કુરૂપમાં, સુરૂપમાં, વૃદ્ધમાં, બાળકમાં, યુવાનમાં, કોઈ પણ સજીવ પ્રાણીમાં હોય તે પણ તે સર્વને આત્મા એક સમાન શુદ્ધ જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ આદિ ગુણોને ધારી, રાગાદિ ભાવકર્મ, જ્ઞાનાવરણદિ દ્રવ્યકર્મ, શરીરાદિને કર્મરહિત પરમાત્મા સમાન છે. એવું યથાર્થ જ્ઞાન તે સમ્યજ્ઞાન છે. રૂનાં સે વસ્ત્ર સે પ્રકારના રંગોથી રંગેલાં રાખ્યાં છે તે સર્વેને જે એકરૂપ સફેદ રૂનાં વસ્ત્ર દેખે છે, અને ભિન્ન ભિન્ન રંગને તેથી ભિન્ન દેખે છે, તે જ્ઞાની છે. તેવી રીતે પુદગલના સાગથી વિચિત્રરૂપે દેખાતા નાના પ્રકારના આત્માઓને જે એક શુદ્ધ જ્ઞાનાનંદમય દેખે છે અને પુદ્ગલોને ભિન્ન દેખે છે, તે જ સમ્યજ્ઞાની છે.
આ સમ્યજ્ઞાનના પ્રભાવથી રાગ, દ્વેષ, મોહ મટે છે, સમતા