________________
૫૮
અગ્નિની જવાળા એક સાથે લાકડાને બાળી રહી છે, ભેાજનને પકાવી રહી છે, અધકારને નાશ કરી રહી છે. એવી રીતે સ્વાત્માનુભવરૂપ સમ્યક્ચારિત્રથી એક સાથે જ કર્યું બળે છે, આત્મબળ વધતાં જતાં આત્માનના સ્વાદ આવે છે, તથા આત્મજ્ઞાનની નિમ ળતા થાય છે, અજ્ઞાનના અધકાર મટતા જાય છે. આ સમ્યકારિત્રના ધારાવાહી (એકતાર, અખડિત ) અભ્યાસથી મેાહક દૃશ્ય થઈ જાય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, તથા અતરાય કમ મળી જાય છે. અનંત ખળ, અનંત સુખના પ્રકાશ થઈ જાય છે. અનંત દર્શન અને અનંત જ્ઞાન પ્રગટ થાય છે, આત્મા પરમાત્મા થઈ જાય છે. સમ્યચારિત્ર જ જીવને સંસારીને સિદ્ધ બનાવી દે છે, જીવને શિવ કરે છે.
Ο
નિશ્ચય સમ્યકૂચારિત્ર પ્રત્યે પ્રેમભાવ, પ્રતિષ્ઠાભાવ, ઉપાદેયભાવ, ભક્તિ ભાવ, આરાધક ભાવ, તીવ્ર રુચિભાવ રહેવા જોઇએ તેા જ તેની વૃદ્ધિ થતી જશે. એ પણ યાદ રાખવુ' જોઈએ કે જેમ સુવર્ણની થાડી શુદ્ધતા, અધિક શુદ્ધતાનું ઉપાદાન કારણ છે, તેમ નિશ્ચય સમ્યક્ચારિત્ર, આત્માની પૂ` સ્થિરતારૂપ ચારિત્રનુ` ઉપાદાન કારણુ છે—મૂળ કારણ છે વળી સુવર્ણની શુદ્ધતા માટે નિમિત્તરૂપે મસાલાની અને અગ્નિની સહાયતાની જરૂર છે, એકલું સેાનું પેાતાની મેળે જ શુદ્ધ થઈ શકતું નથી. દરેક કાર્ય માટે ઉપાદાન તથા નિમિત્ત એ કારણની આવશ્યકતા છે. ઉપાદાનકારણથી કાર્ય રૂપ વસ્તુ પાતે જ થયા કરે છે, નિમિત્ત કારણુ બહુ પ્રકારનાં સહકારી કારણુ હાય છે. પેાતાના જ ઉપાદાનકારણથી પલટાઈને ઘઉં ́માંથી રોટલી બને છે. પરંતુ નિમિત્તકારણુ ઘટી, વેલણુ, લેાઢી, અગ્નિ આદિ હાય છે. તેવી રીતે નિશ્ચય ચારિત્રને માટે કાઈ ઢાઈ નિમિત્તોની જરૂર છે કે જેથી ઉપયાગ નિશ્ચિત થઈને નિરાકુળ થઈને સ્વરૂપરઅણુતા કરી શકે. એવાં નિમિત્તો મેળવવા માટે વ્યવહાર સમ્યક્ચારિત્રની આવશ્યકતા છે.