________________
૫૮૦
પ્રકારનું વ્યવહાર ચારિત્ર સાધુને ધર્મ કહેવાય છે. તેમાં પાંચ મહાવ્રત મુખ્ય છે.
પાંચ અહિંસાદિ મહાવ્રત –અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહત્યાગ,એ પાંચ મહાવ્રત છે. જો કે તે પાંચ છે તે પણ એક અહિંસા મહાવ્રતમાં બાકીનાં ચાર સમાવેશ પામે છે. અસત્ય બોલવાથી, ચોરી કરવાથી, કુશીલ ભાવથી, પરિગ્રહની તૃષ્ણથી, આત્માના ગુણેની ઘાત થાય છે. તેથી તે સર્વે હિંસાના જ ભેદ છે.
જ્યાં હિંસાને સર્વથા ત્યાગ છે ત્યાં તેને પણ ત્યાગ થઈ જાય છે. વિશેષ ખુલાસો કરવા માટે તેનો વિસ્તાર આ પ્રકારે છે.
અહિંસાનું સાધારણ સ્વરૂપ તે એ છે કે જે વાત આપણે આપણે માટે ચાહતા નથી તે વાત આપણે બીજાને માટે ચાહવી જોઈએ નહિ. આપણે એવું ચાહતા નથી કે આપણે માટે બીજાઓ ખેટા વિચાર કરે, કે આપણને જૂઠું બોલીને કે અન્ય પ્રકારે ઠગે, આપણને અપશબ્દ કહે, આપણને માર મારે, અથવા આપણું પ્રાણુ હરે, અથવા આપણું સ્ત્રી પર કેઈ કુદષ્ટિ કરે; તેવી રીતે આપણે પણ બીજાનું બુરું ન વિચારવું જોઈએ, બીજાઓને અસત્ય બેલીને અથવા અન્ય રીતે ઠગવા ન જોઈએ, અપશબ્દ કહેવા ન જોઈએ, બીજાઓને મારવા પીટવા ન જોઈએ, કેઈના પ્રાણ હરવા ન જોઈએ, પરસ્ત્રી ઉપર બેટા ભાવ ન કરવા જોઈએ,
આ સર્વ ખાટાં કાર્યોની પ્રેરણા અંદરના અશુદ્ધ ભાથી થાય છે. એટલા માટે જે રાગદ્વેષથી, ક્રોધ, માન, માયા, લોભાદિથી અથવા પ્રમાદ ભાવથી આત્માના શુદ્ધ શાંત ભાવને ઘાત થાય છે તે ભાવને ભાવહિંસા કહે છે. અને પિતાના અને પરના દ્રવ્ય પ્રાણની વાત કરવી તે વ્યહિંસા છે. દ્રવ્ય પ્રાણીનું સ્વરૂપ જીવ દ્રવ્યના વર્ણનમાં થઈ ચૂકયું છે. ભાવહિંસા દિવ્યહિંસાનું કારણ છે. જે વખતે ધ ભાવ ઊઠે છે તે વખતે તે આત્માના શાંત ભાવને ઘાત કરી દે છે.