________________
૫૮૯
માટે જવાનો, વ્યવહાર કરવાનો નિયમ કરવો તે દેશવિરતિ છે. તેથી એટલે અધિક લાભ થાય છે કે નિયમિત કાળ સુધી નિયમિત ક્ષેત્રમાં જ તે આરંભ કરી શકે છે, તેથી બહાર આરંભી હિંસાથી બચે છે.
અથડવિરમણ–નિયમિત ક્ષેત્રમાં પણ પ્રજનભૂત કાર્ય સિવાય વ્યર્થ આરંભ કરવાનો ત્યાગ તે અનર્થ દંડવિરતિ છે. તેના પાંચ ભેદ છે. (૧) પાપોપદેશ–બીજાને પાપ કરવાને ઉપદેશ આપ, (૨)હિંસાદાન-હિંસાકારી વસ્તુઓ બીજા માટે તેને આપવી, (૩) પ્રમાદચર્યા–પ્રમાદ કે આળસથી નકામી વસ્તુઓને નાશ કરે, જેમકે નકામા ઝાડના પાનાં તેડવાં, (૪) દુશ્રુતિ-રાગ વધારનારી, વિષયભોગોમાં ફસાવનારી બેટી કથાઓ વાંચવી કે સાંભળવી, (૫) અપધ્યાન--બીજાનું અહિત કરવાના વિચાર કરીને હિંસક પરિણામ રાખવાં. નિરર્થક પાપોના ત્યાગથી અને સાર્થક કામ કરવાથી અણુવતોનું મૂલ્ય વિશેષ વધી જાય છે.
ચાર શિક્ષાવતઃ—જે વ્રતોના અભ્યાસથી સાધુપદમાં ચારિત્ર પાળવાની શિક્ષા મળે તેને શિક્ષાવ્રત કહે છે. (૧) સામાયિકએકતમા બેસીને રાગદ્વેષ છોડીને સમતાભાવ રાખી આત્મધ્યાનને અભ્યાસ કરે, પ્રાતઃકાળે, મધ્યાહ્નકાળે અને સાયંકાળે યથાસંભવ ધ્યાન કરવું તે સામાયિક છે.
(૨) પાષાપવાસ–એક માસમાં બે આઠમ અને બે ચૌદશ Dષધ દિન છે. તે દિવસે ઉપવાસ કે એકાસણું કરીને ધર્મધ્યાનમાં સમય વ્યતીત કરે તે પ્રેષધોપવાસ છે.
(૩) ભેગાપભેગપરિમાણ –જે એક જ વાર ભોગવવામાં આવે તે ભોગ છે. જે વારંવાર ભોગવવામા આવે તે ઉપભોગ છે. એવા પાંચે ઈન્દ્રિયોના ભોગવવા ગ્ય પદાર્થોની સંખ્યા દરરોજ પ્રાત:કાળે એક દિન રાત માટે સંયમની વૃદ્ધિ માટે કરી લેવી તે ભેગાપભોગપરિમાણવ્રત છે.