________________
૫૮૮ હાથ દેવાની માટી, જંગલનાં ફળ કે લાકડાં આદિ-જે મનાઈ હેય તે તે પણ ગ્રહણ ન કરે.
પિતાની વિવાહિત સ્ત્રીમાં સંતોષ રાખીને સર્વ પરસ્ત્રીઓનેમેટીને માતા સમાન, સરખી વયનીને બહેન સમાન અને નાનીને પુત્રી સમાન જે સમજે છે તે બ્રહ્મચર્ય અણુવ્રત પાળે છે. શ્રાવક વીર્યને શરીરનો રાજા સમજીને સ્વસ્ત્રી સાથે વિષયભોગમાં પણ એવી મર્યાદા સાચવીને સંતેષસહિત પ્રવર્તે છે કે જેથી નિર્બળતા આવી ન જાય,
દશ પ્રકારના પરિગ્રહનું પોતાની આવશ્યકતા, ચોગ્યતા, અને - ઈચ્છા પ્રમાણે જન્મપર્યત પ્રમાણુ કરી લેવું, તેથી અધિકની લાલસાને ત્યાગ કરવો તે પરિગ્રહપ્રમાણુ અણુવ્રત છે. જેટલી સંપત્તિનું પ્રમાણુ કર્યું હોય તેટલું પ્રમાણ પૂરું થાય ત્યારે શ્રાવક વ્યાપારાદિ બંધ કરી દે છે. પછી સંતોષથી પિતાને સમય ધર્મ સાધન અને પરેપકારમાં વ્યતીત કરે છે. આ પાંચ અણુવ્રતનું મૂલ્ય વધારવા માટે (દઢતા વધવા માટે) શ્રાવક સાત શીલ–ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાબતને પણ પાળે છે.
ત્રણ ગુણવ્રત –જે પાંચ અણુવ્રતનું મૂલ્ય ગુણન કરે, વધારે તેને ગુણવત કહે છે. જેમ અને ૪ ગુણું કરવાથી ૧૬ થાય અને ૧૬ ને ૧૬ ગુણ કરવાથી ૨૫૬ થાય છે.
દિગ્વિતિ–જન્મપર્વત જે લૌકિક પ્રયજન માટે દશ દિશાઓમાં જવાને કે વ્યાપારાદિ કરવાને નિયમ કરે અને તેથી
અધિમાં જવાની અને વેપાર કરવાની લાલસાને ત્યાગ કર દિગ્વિરતિ છે. એથી ફળ એ થાય છે કે શ્રાવક નિયમ કરેલા ક્ષેત્રની અંદર જ આરંભ કરી શકે તેની બહાર આરંભી હિંસા પણ ન કરે.
દેશવિરતિ–જન્મપર્યત માટે જે પ્રમાણું કર્યું હોય તેથી શેડી હદમાં ઘટાડીને એક દિવસ, બે દિવસ, કે એક અઠવાડિયા