________________
૫૩
ત્યાગેલી સચિત્ત વસ્તુની સાથે મળેલી વસ્તુને ખાઈ લેવી, (૩) સચિત્ત સમ્મિગ્ર–ત્યાગેલી સચિત્ત ચીજને અચિત્તમાં મેળવીને ખાવી. (૪) અભિષવ-કામદ્દીપક પૌષ્ટિક રસ ખાવે. (૫) કાચો રહેલો, દાઝી ગયેલ અને અપચો થાય તે દુઃ૫ક્વાહાર પકાવેલ અથવા વધારે પકાવેલ અથવા ન પચવા લાયક આહાર કરે.
(૧૨) અતિથિસંવિભાગ વ્રતના પાંચ અતિચાર – સાધુને આહાર દેતાં આ અતિચાર થાય છે-(૧) સચિત્ત નિક્ષેપસચિત ઉપર રાખીને કઈ દાન દેવું. (૨) સચિત્ત અપિધાન-સચિતથી ઢાંકેલી વસ્તુ દાનમાં આપવી. (૩) પરવ્યપદેશ–પોતે દાન ન દેતાં બીજાને દાન દેવાની આજ્ઞા કરવી. (૪) માત્સ–બીજા દાતાર સાથે ઈષભાવ રાખીને દાન દેવું. (૫) કાલાતિમ-દાનને કાળ વતાવી અકાળે દાન દેવું.
(૧૩) સલ્લેખનાના પાંચ અતિચાર–વિત આશંસાવધારે જીવતા રહેવાની ઈચ્છા કરવી (૨) મરણશંસાજલદી મરવાની ઈચ્છા કરવી. (૩) મિત્રાનુરાગ-લૌકિક મિત્રો સાથે સાંસારિક રાગ બતાવ. (૪) સુખાનુબ ધ-ભોગવેલાં ઇન્દ્રિયસુખોને યાદ કરવાં (૫) નિદાન-ભવિષ્યમાં વિષયોગ મળે એવી ઈચછા કરવી.
આ સાધારણ તેર વ્રત શ્રાવકનાં છે. વિશેષ એ છે કે દિગંબર જૈન શાસ્ત્રોમાં શ્રાવકની અગિયાર પ્રતિમાઓ અથવા શ્રેણીઓ બતાવી છે. જેમાં ક્રમથી આગળ વધતાં સાધુ પદની ચોગ્યતા આવે છે. એ અગિયાર શ્રેણીઓ પાંચમા દેશવિરતિ ગુણસ્થાનમાં છે. ચેથા અવિરત સમ્યગ્દર્શન ગુણસ્થાનમાં જોકે ચારિત્રને નિયમ હેતો નથી તે પણ તે સમ્યફવી અન્યાયથી બચીને ન્યાયરૂપ પ્રવૃત્તિ કરે છે. પાક્ષિક શ્રાવકને યોગ્ય કંઈક સ્કૂલરૂપ નિયમને પાળે છે તે નિયમ નીચે પ્રકારે છે -