________________
૫૫
અભ્યાસ કરે છે. સામાયિક શિક્ષાવ્રતમાં કદી રાગાદિનાંકારણ ન પણુ કરે, પ્રાણધપવાસમાં પણ કદી ન કરી શકે ! ન કરે. એકાસણું કે ઉપવાસ શક્તિ અનુસાર કરે
(૩) સામાયિક પ્રતિમા—આ શ્રેણીમાં પહેલાંના નિયમ પાળતા એવા શ્રાવક નિયમપૂર્વક પ્રાતઃકાળ, મધ્યાહ્નકાળ, અને સાયંકાળે સામાયિક કરે છે. બે ઘડી અથવા ૪૮ મિનિટથી ઓછું કરતે નથી. કાઈ વિશેષ કારણુના ચાંગે મતદૂત ૪૮ મિનિટથી કંઈ ઓછું પણ કરી શકે છે. સામાયિકના પાચે અતિચાર ટાળે છે.
(૩) પ્રેાષધાવાસ પ્રતિમા—આ શ્રેણીમાં નીચેની ત્રણે પ્રતિમાઓના નિયમા પાળતા રહીને નિયમપૂર્વક માસમાં ચાર દિવસ પ્રેાષધપૂર્વક ઉપવાસ કરે છે. અતિચારાને ટાળે છે, ધર્મ ધ્યાનમાં સમય ગાળે છે. એની બે પ્રકારે વિધિ છે. એક તે એ છે કે આગળના અને પાછળના દિવસે એકાસણું કરે વચલા દિવસે ઉપવાસ કરે. ૧૬ પ્રહર સુધી ધર્મધ્યાન કરે. એ ઉત્તમ છે. મધ્યમ એ છે કે ૧૨ પ્રહરના ઉપવાસ કરે, સાતમની સખ્યાથી નામના પ્રભાત સુધી આરંભ છેડે, ધમ માં સમય ગાળ, જધન્ય એ છે કે ઉપવાસ તા ૧૨ પ્રહર સુધી કરે, પરતુ લૌકિક આરંભ આઠે પ્રહર જ છેડે એટલે આઠમને દિવસ અને રાત્રિ આરંભ તજી ધર્મધ્યાનમાં ગાળે,
ખીજી વિધિ એ છે કે ઉત્તમ તેા પહેલાં કથા મુજબ ૧૬ પ્રહર સુધી કરે. મધ્યમ એ છે કે ૧૬ પ્રહર ધર્મધ્યાન કરે પરંતુ ત્રણ પ્રકારના આહારના ત્યાગ કરે, આવશ્યકતા અનુસાર જળ વાપરે. જધન્ય એ છે કે ૧૬ પ્રહર' ધર્મ ધ્યાન કરે, આવશ્યકતા પ્રમાણે પાણી વાપરતાં વચમાં એક વખત આહાર પણ કરે. આ બે પ્રકારની વિધિઓમાં પેાતાની શક્તિ અને ભાવને જોઈને પ્રેાષધાપવાસ કરે.
(૫) સચિત્તયાગ પ્રતિમા——આ શ્રેણીમાં પહેલાંના નિયમે પાળતા રહીને સચિત્ત પદાર્થ" ખાતા નથી. કાચું પાણી, કાચુ શાક