________________
અધિક નિશ્ચય સમ્યફચારિત્રરૂપ સ્વાનુભવને અભ્યાસ કરે છે. પાંચમી શ્રેણીમાં અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન કષાય તે રહેતા જ નથી, અને પ્રત્યાખ્યાન કષાયને પણ ઉદય મંદ મંદ થતો જાય છે, અગિયારમી શ્રેણીમાં અતિ મંદ થઈ જાય છે. જેટલા જેટલા કષાય ઓછી થાય છે, વીતરાગભાવ વધે છે, તેટલું નિશ્ચય સમ્યક ચારિત્ર પ્રગટ થતું જાય છે. પછી પ્રત્યાખ્યાન કષાયના ઉદયને બિલકુલ જીતીને સાધુપદમાં પરિગ્રહ ત્યાગીને નિર્ણય થઈ સ્વાનુભવને અભ્યાસ કરતાં કરતાં ગુણસ્થાનના કમથી અરહંત થઈ પછી ગુણસ્થાનથી બહાર સિદ્ધ પરમાત્મા થઈ જાય છે.
સહજ સુખ સાધન વસ્તુતાએ નિશ્ચય રત્નત્રયમયી આત્માની એક શુદ્ધ પરિણતિ જ છે. જ્યારે મન વચન અને કાયાના સંગને છેડીને આત્મા આત્મસ્થ થઈ જાય છે, ત્યારે જ સહજ સુખનો સ્વાદ પામે છે. ચારિત્રના પ્રભાવથી આત્મામાં સ્થિરતા વધતી જાય છે, ત્યારે અધિક અધિક સહજ સુખ અનુભવમાં આવતું જાય છે. સાધુ હેય કે શ્રાવક હાય સર્વને માટે સ્વાનુભવ જ સહજ સુખનું સાધન છે.
એ હેતુ સિદ્ધ કરવા માટે જે કંઈ પણ પ્રયત્ન કરવામાં આવે તે સહકારી છે. વસ્તુતાએ સહજ સુખ આત્મામાં જ છે. આત્મામાં જ રમણ કરવાથી તે પ્રાપ્ત થાય છે. આત્મરમણતાનું માહામ્ય અવર્ણનીય છે. જીવનને સદા સુખદાયી બનાવનાર છે. આ જૈનધર્મને પણ એ જ સાર છે. પ્રાચીન કાળમાં અથવા વર્તમાનમાં જે જે મહાત્માઓ થયા છે તેમણે એ જ ગુપ્ત અધ્યાત્મવિદ્યાને અનુભવ કર્યો છે અને એને જ ઉપદેશ કર્યો છે. એને જ અવક્તવ્ય કહે, કે સમ્યગ્દર્શન કહે, કે સમ્યજ્ઞાન કહે કે સમ્યફચારિત્ર કહે, કે કેવળ આત્મા કહે, કે સમયસાર કહે, સમય કહે, પરમ યોગ કહે, ધર્મધ્યાન કહે, શુકલ ધ્યાન કહે, કે સહજ સુખ સાધન કહે સર્વને એક જ અર્થ છે. જે જીવનને સફળ કરવા ચાહતો હોય તેણે