________________
પ૬
આદિ ન ખાય, પ્રાક અથવા ગરમ પાણી પીવે. સૂકી, પાકી, ગરમ કરેલી, કે છિન્નભિન્ન કરેલી વનસ્પતિ વાપરે. પાણીને રંગ લવીંગ આદિ નાખવાથી બદલાઈ જાય છે ત્યારે તે પાણી પ્રાશુક થઈ જાય છે. સચિત્તના વ્યવહારને તેને ત્યાગ નથી. • (6) ત્રિભોજન ત્યાગ પ્રતિમા–આ શ્રેણીમાં આગળના નિયમોને પાળતા રહી નિયમપૂર્વક ચારે પ્રકારના આહાર પતે રાત્રે કરતા નથી, બીજાને કરાવતા નથી. મન, વચન, કાયાથી રાત્રિભજન કરવા કરાવવાથી વિરક્ત રહે છે.
(9) બ્રહ્મચર્ય પ્રતિમા–સ્વસ્ત્રીને પણ ભોગ ત્યાગીને બ્રહ્મચારી થઈ જાય છે. સાદાં વસ્ત્ર પહેરે છે. સાદે આહાર કરે છે, ઘરમાં એકાંતમાં રહે છે. અથવા દેશાટન પણ કરી શકે છે. પહેલાના સર્વ નિયમોને પાળે છે.
(૮) આરંભ ત્યાગ પ્રતિમા–પહેલાંના નિયમો પાળતા રહીને આ શ્રેણીમાં સર્વ લૌકિક આર ભ વ્યાપાર ખેતી આદિ ત્યાગી દે છે.આરંભી હિંસાથી વિરક્ત થઈ જાય છે, દેખીને જમીન ઉપર ચાલે છે, વાહનનો ઉપયોગ કરતા નથી, નિમંત્રણ મળે ત્યાં ભેજન કરી લે છે, પરમ સતેજી થઈ જાય છે.
(૯) પરિમહત્યાગ પ્રતિમા–પહેલાંના નિયમ પાળતા રહીને આ શ્રેણીમાં ધન, ધાન્ય, રૂપિયા પૈસા, મકાનાદિ પરિગ્રહને વહેચી આપે છે અથવા દાન કરી દે છે. ચેડાં આવશ્યક કપડાં અને ખાવા પીવા માટે બે ત્રણ વાસણ રાખે છે, ઘરથી બહાર ઉપવન, આશ્રમ કે ઉપાશ્રયમાં રહે છે. નિમંત્રણ મળે ત્યાં ભોજન કરે છે.
(૧૦) અનુમતિત્યાગ પ્રતિમા–આ પ્રતિમાવાળે શ્રાવક પહેલાં લૌકિક કાર્યોમાં ગુણ કે દેષ બતાવતાં સમ્મતિ આપતા હતા, પણ હવે અહીં સંસારિક કાર્યોની સમ્મતિ દેવી પણ ત્યાગી દે છે. ભેજનને વખતે નિમંત્રણ હેય ત્યાં જાય છે. પહેલાંના સર્વ નિયમો પાળે છે.