________________
૫૯૪
(૧) માંસ ખાતા નથી, (૨) મદિરા પીતા નથી, (૩) મધ ખાતા નથી, (૪) વડના ટેટા ખાતા નથી, (૫) પીપળના ટેટા ખાતા નથી, (૬) ઉમરડાં ખાતા નથી, (૭) પીપળાના ટા ખાતા નથી, (૮) અંજીર ખાતા નથી. (૯) જુગાર રમતા નથી. (૧૦) ચોરી કરતા નથી, (૧૧) શિકાર કરતા નથી. (૧૨) વેશ્યાનું વ્યસન રાખતા નથી. (૧૩) પરસ્ત્રી સેવનનું વ્યસન રાખતા નથી. પાણી બેવડે કપડે ગાળીને શુદ્ધ પીવે છે. રાત્રિભોજન ત્યાગ કરવાને યથાશક્તિ ઉદ્યોગ રાખે છે અને ગૃહસ્થનાં આ છ કમ સાધે છે –
(૧) દેવપૂજા–શ્રી જિનેન્દ્રની ભક્તિ કરે છે. (૨) ગુરુભક્તિગુરુની સેવા કરે છે. (૩) સ્વાધ્યાયશાસ્ત્ર નિત્ય ભણે છે. (૪) તપરોજ સામાયિક પ્રતિક્રમણ કરે છે (૫) સંયમ–નિયમાદિ લઈને ઇન્દ્રિયદમન કરે છે. (૬) દાન—લક્ષ્મીને આહાર, ઔષધિ, વિદ્યા, અને અભયદાનમાં અથવા પરોપકારમાં વાપરે છે, દાન કરીને પછી ભેજન કરે છે.
અગિયાર પ્રતિમાનું સ્વરૂપ –અગિયાર શ્રેણીઓમાં પહેલાંનું ચારિત્ર આગણ આગળ વધતું જાય છે, પહેલાંના નિયમ છૂટી જતા નથી.
(૧) દશન પ્રતિમા –આ શ્રેણીમાં ઉપર જે કહ્યા તે પાક્ષિક શ્રાવકને ગ્ય નિયમ પાળતાં છતાં સમ્યગ્દર્શનને નિર્મળ રાખે છે, તેનાં આઠ અંગ સહિત પાળે છે. નિશક્તિાદિ આઠ અગનું વર્ણન સમ્યગ્દર્શનના અધ્યાયમાં થઈ ગયું છે. અહીં અહિંસા, સત્ય, અચૌર્ય, સ્વસ્ત્રીસંતોષ, અને પરિગ્રહપ્રમાણ એ પાંચ અણુવ્રતને અભ્યાસ કરે છે. સ્થલપણે પાળે છે, અતિચાર ટાળી શકતા નથી.
(૨) વ્રત પ્રતિમા–આ શ્રેણીમાં પહેલાંના સર્વ નિયમો પાળવા ઉપરાંત પાંચ અણુવતોના પચીસ અતિચારો ટાળે છે તથા સાત શીલેને પણ પાળે છે. તેના અતિચાર પૂરા ટળતા નથી, ટાળવાને