________________
૫૯૭
. (૧૧) ઉદિત્યાગ પ્રતિમા–આ શ્રેણીમાં પહેલાંના નિયમ પાળતાં રહે છે પણ નિમંત્રણ સ્વીકારી ભજન કરતા નથી. ભિક્ષાવૃત્તિથી જઈને એવું ભોજન લે છે કે જે ગૃહસ્થીએ પિતાના કુટું. બને માટે તૈયાર કર્યું હોય પણ તેને ઉદ્દેશીને તેને માટે ન બનાવ્યું છે. તેથી આ પ્રતિમાને ઉદ્દિષ્ટ ત્યાગ પ્રતિમા કહે છે.
તેના બે ભેદ છે:-(૧) ક્ષુલ્લક એ શ્રાવક એક લંગોટ અથવા એક એવી ચાદર રાખે છે કે જેથી આખું અંગ ન ઢંકાય. મસ્તક ઢાંકે તો પગ ખુલ્લા રહે, પગ ઢાંકે તે મસ્તક ખુલ્લું રહે, જેથી તેને શરદી, ડાંસ-મચ્છર આદિની બાધા સહન કરવાને અભ્યાસ થાય. એ શ્રાવક નિયમથી જીવદયા માટે મેરની પીંછી રાખે છે. કારણ કે તે બહુ જ મૃદુ હેાય છે. એનાથી શુદ્ર જતુ પણ મરતાં નથી. તથા શૌચ માટેના પાણી માટે કમડળ રાખે છે. તે કેટલેક ઘેરથી એકઠું કરીને ભોજન કરે છે તે એક ભજનનું પાત્ર પણ રાખે છે. પાંચ સાત ઘેરથી એકઠું કરી છેલ્લા ઘરમાં પાણી લઈ ભેજન કરી પિતાનું વાસણ સાફ કરી સાથે રાખી લે છે. જે ક્ષુલ્લક એક જ ઘર ભેજન કરે છે તે ભિક્ષાર્થે જાય ત્યારે આદરથી ભોજન આપે ત્યાં જઈને એક જ ઘરમાં બેસીને થાળીમાં જમી લે છે. એ ભજનનું પાત્ર રાખતું નથી એ મુનિપદની ક્રિયાઓને અભ્યાસ કરે છે, સ્નાન કરતું નથી, એક જ વખત ભેજન–પાન કરે છે.
(૨) ઐલક–જે ચાદર પણ છોડી દે છે, માત્ર એક લગતી જ રાખે છે. એ સાધુની માફક ભિક્ષાળે જાય છે. એક જ ઘરમાં બેસીને હાથમાં કાળીઆ આપે તેનું ભોજન કરે છે, અહીં કમંડળ લાકડાનું રાખે છે. કેશને લચ પણ નિયમથી કરે છે. પિતાના હાથે કેશ ઉપાડે છે.
આવી રીતે એ અગિયાર શ્રેણીઓ દ્વારા ઉન્નતિ કરતાં કરતાં શ્રાવક વ્યવહાર ચારિત્રના આશ્રયથી નિરાકુળતાને પામીને અધિક